ફરિયાદ દાખલ કરાવવા જતા એસઆઇએ મહિલા પર રેપ કર્યો
જયપુર: એક તરફ જયાં દુનિયા મહિલા દિવસ મનાવી રહી હતી ત્યાં રાજસ્થાનના ખેડલીમાં શર્મસાર કરનારી ઘટના સામે આવી છે અહીં એક મહિલાની સાથે કોઇ અન્યએ નહીં પરંતુ પોલીસના ઉપનિરિક્ષકએ જ બળાત્કાર કર્યો છે. હકીકતમાં ખેડલી પોલીસ સ્ટેશનમાં પતિની વિરૂધ્ધ અત્યાચારનો મામલો નોંધાવવા પહોંચી તો ૨૬ વર્ષની યુવતીથી ૫૪ વર્ષના પોલીસ ઉપનિરીક્ષકે પોલીસ સ્ટેશનમાં રેપ કર્યો ત્યારબાદ જયારે પીડિતા ફરિયાદ કરવા માટે પહોંચી તો પોલીસ દિવસભર મામલાને છુપાવતી રહી પરંતુ જયારે ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી તો મામલો સામે આવ્યો
આ ઘટના બાદ જયપુર રેંજ આઇજી હવાસિંહ ધુમરિયા અને અસવર એસપી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને આરોપી એસઆઇ ભરતસિંહ જાદૌનની ધરપકડ કરી લીધી છે આરોપ છે કે જાદૌનથી મહિલાને રાહત અપાવવા તથા પતિની સાથે કાઉસિલિંગ કરાવવાની લાલચ આપી પોલીસમાં બનેલ પોતાના રૂમમાં ત્રણ દિવસ સુધી દુષ્કર્મ કર્યું આઇજએ કહ્યું કે પીડિતાનો મેડિકલ કરાવવામાં આવ્યું છે.
પીડિત મહિલાએ પતિની વિરૂધ્ધ પરિવાદ કરી તેમાં લખ્યું કે તેનો પતિ તેને તલાકની ધમકી આપે છે પરંતુ તે આમ કરવા ઇચ્છતી નથી
એસઆઇએ તેને લાલચ આપી કે તે તેની અને પતિની વચ્ચે કાઉસિલિંગ કરાવવાની સાથે પરિવાદમાં રાહત અપાવશે એસઆઇ મહિલાને પોલીસ પરિસરમાં બનેલ પોતાના આવાસીય રૂમમાં લઇ ગયો જયાં મહિલાની સાથે દુષ્કર્મ કર્યું ત્યારબાદ મહિલાને ફરી ત્રણ અને ચાર માર્ચે પણ બોલાવી અને રેપ કર્યો ગઇકાલે પીડિતા ફરિયાદ દાખલ કરાવવા ગઇ ત્યારે પણ એસઆઇએ તેની સાથે છેડછાડ કરવાની સાથે રૂમમાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો
એ યાદ રહે કે અલવરમાં ગત સાત દિવસમાં આ બીજીવાર છે કે પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ લગાવાયો છે આ પહેલા એક મહિલાએ બે માર્ચે અરાવલી વિહાર પોલીસ સ્ટેશનના અએસઆઇ રામજીત ગુર્જર પર રેપનો આરોપ લગાવ્યો હતો.