પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈનું નિધન
રામેશ્વરમ: પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે. તેઓ ૧૦૪ વર્ષના હતા.
અહેવાલો પ્રમાણે મોહમ્મદ મુતુ ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમની એક આંખમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.
રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. તેમનું નિધન ૨૭ જુલાઈ ૨૦૧૫ના મેઘાલયના શિલોન્ગમાં થયું હતું. અબ્દુલ કલામના પિતા નાવિકનું કામ કરતા હતા અને તેમણે વધુ અભ્યાસ કર્યો નહતો.વડાપ્રધાન મોદીએ તેમના નિધન બદલ શોક વ્યક્ત કર્યો હતો તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.