Western Times News

Gujarati News

સરકારી અધિકારીઓ તમારૂ કામ ન કરે તો ડંડાથી ફટકારો : ગિરિરાજ સિંહ

બેગુસરાય: ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિવાદિત નિવેદન માટે ઓળખાય છે. વિવાદિત નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. આ જ ક્રમમાં તેમનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. શનિવારે બિહારના બેગુસરાયમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપના નેતાએ લોકોને સલાહ આપી કે અધિકારી અને તેમના તેમની સેવા માટે છે. અધિકારી જાે તેમની વાત ન સાભળે તો તેને જાહેરમાં ડંડાથી ફટકારો.

ગીરીરાજસિંહે કહ્યું હતું કે મને નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું સરકારી અધિકારીઓ નથી સાંભળતા, આવી અનેક ફરિયાદો મને મળી રહી છે. હું આવા લોકોને એટલુ જ કહેવા માગુ છું કે આવી નાની બાબતોને લઇને મારી પાસે કેમ આવો છો?સાંસદો, ધારાસભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, એસડીએમ આ બધા જ નાગરિકોની સેવા કરવા માટે બંધાયેલા છે. જાે તેઓ તમારૂ ન સાંભળે તો હાથમાં ડંડો લો અને તેમના માથા પર ફટકારો આ ડંડા. જાે તેમ છતા તેઓ કઇ જ ન કરે તો ગીરીરાજસિંહ તમારી પાછળ ઉભા છે.

ગીરીરાજસિંહે આ નિવેદન બિહારના અધિકારીઓેને ધ્યાનમાં રાખીને આપ્યું હોવાની ચર્ચા છે. ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે પણ તે અંગે નિવેદન આપ્યું છે. મારપીટ કરવાની વાત ક્યાંય પણ ન્યાયોચિત્ત નથી. ગીરીરાજસિંહને જ પૂછો કે શું મારપીટ શબ્દનો ઉપયોગ કરવો તે યોગ્ય છે?

હવે ગિરિરાજ સિંહના આ નિવેદન પર વિવાદ શરૂ થયો છે. આરજેડીએ ભાજપ નેતાના આ નિવેદનને બહાને મુખ્યમંત્રી નીતિશ અને બિહાર સરકાર પરન નિશાન સાધ્યું છે. પાર્ટીએ પોતાના સત્તાવાર હેન્ડલથી ટ્‌વીટ કરીને લખ્યું કે, એક બાજુ નીતિશ કુમાર જી યુવાઓને કહે છે કે સરકાર અથા અધિકારીનો વિરોધ કરશો, ધરણા પર બેઠશો અથવા સોશિયલ મીડિયા પર લખશો તો જેલ થશે, નોકરી નહીં મળે, બીજી બાજુ સનકી ગિરિરાજ સિંહ કહે છે કે અધિકારીઓને ડેડાથી ફટકારો. આ સરકાર ચાલી રહી છે કે મહાજંગલરાજ ચાલી રહ્યું છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.