ગરીબો સાથે રહેવા માગુ છુ અને તેમના માટે હું લડીશ. : મિથુન
કોલકતા: અભિનેતા મિથુન ચક્રવર્તીએ અટકળોનો અંત લાવી દીધો અને ભાજપમાં જાેડાઇ ગયા. રવિવારે બંગાળમાં પીએમ મોદીની રેલીમાં સામેલ થયા હતા.મિથુને કહ્યું કે તેમનુ જીવનભરનું સપનુ ગરીબોની સેવા કરવાનું રહ્યું છે. તેમણે વિશ્વાસ જતાવ્યો કે બીજેપી બંગાળમાં વિધાનસભા ચુંટણી જીતશે. પ્રધાનમંત્રી મોદીની કોલકાતાના બ્રિગેડ મેદાનમાં વિશાળ રેલી બાદ અભિનેતાએ કહ્યું કે માત્ર એક પાર્ટી ગરીબોની મદદ કરી રહી છે અને પોતાના સપનાને સાકાર કરવું છે તો કોઇ ને કોઇનો હાથ પકડવો જ પડશે. ૭૦ વર્ષના મિથુન ચક્રવર્તીએ કહ્યું કે તમે મને મતલબી કહી શકો છો પરંતુ મારા નિસ્વાર્થ સેવા કરવાના કારણે ગરીબો સાથે રહેવા માગુ છુ અને તેમના માટે હું લડીશ.
અભિનેતાએ કહ્યું કે જ્યારે હું ૧૮ વર્ષનો હતો ત્યારે મારુ સપનુ હતુ કે હું ગરીબ લોકો સાથે રહીશ અને તેમની મદદ કરીશ. હું તેમના સન્માન માટે કામ કરીશ. મિથુનને વિશ્વાસ છે કે ૨૭ માર્ચથી શરૂ થઇ રહેલી ચૂંટણીમાં ભાજપ જીતશે.
મિથુને કહ્યું કે, ભાજપ સરકાર બનાવી રહી છે તે નિશ્ચિત છે અને જાે હું પ્રાઇમ મિનિસ્ટરના સોનાર બાંગ્લાના સપનાને પુરુ કરી શકુ તો પોતાને ગૌરવવંતો માનીશ. મિથુને કહ્યું કે મે રાજ્યસભા સાંસદનું પદ છોડી દીધુ. હું તેના માટે કોઇને દોષ આપવા માંગતો નથી. તે મારો ખોટો ર્નિણય હતો અને તે મુદ્દાને અહી જ ખત્મ કરી દેવું જ સારી વાત રહેશે.
પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી મમતા બેનરજીને જાેરદાર ટક્કર આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઑ દાવા કરી રહ્યા છે કે આ વખતે બંગાળમાં ભગવો લહેરાશે ત્યારે ચૂંટણી પહેલા ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. ભારતીય સિનેમાના સુપર સ્ટાર મિથુન ચક્રવર્તી આજે પીએમ મોદીના મંચ પરથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. આજે પીએમ મોદી સભા ગજવે તે પહેલા બ્રિગેડ ગ્રાઉન્ડ પર મિથુને ભગવો ધારણ કર્યો.
મિથુન ચક્રવર્તીએ આ રેલીમાં એક બાદ એક ઘણા બધા ડાયલોગ પણ સંભળાવ્યા અને ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે હું અસલી કોબરા છું, ડંખ મારી દઇશ તો ફોટો બની જશો. તેમણે આગળ કહ્યું કે મને ખબર છે કે મારા ડાયલોગ તમને ખૂબ પ્રિય છે. તેમણે આગળ કહ્યું કે આજનો દિવસ મારા માટે સપના સમાન છે. આટલા મોટા નેતાઑ સાથે મંચ શેર કરીશ એવું મેં વિચાર્યું પણ ન હતું. પીએમ મોદીના સંબોધન પહેલા મિથુન ચક્રવર્તીએ સંબોધન કર્યું અને કહ્યું કે અમે ગરીબો માટે કઇંક કરવા માંગીએ છે. અમે બંગાળમાં રહેતા દરેક લોકોને બંગાળી જ માનીએ છે તથા જે અમારા હક અધિકાર છીનવી લેવાના પ્રયત્ન કરશે તેમની સામે અમે ઊભા રહીશું. મારુ નામ મિથુન ચક્રવર્તી છે અને હું જે બોલું છું તે હું કરું છું. હું ગર્વથી કહું છું કે હું બંગાળી છું.