ગુજરાતની હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં કુલ ૧૮ લાખથી વધુ કેસો પેન્ડીંગ છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાતમાં હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં છેલ્લે માહિતી મુજબ ૧૮.ર૧ લાખથી વધુ કેસો પેન્ડીગ પડયા છે. આ માહિતી રાજયસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રના કાનુની મંત્રીએ આપી હતી. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રેશન તરફથી જે છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ છે તે અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં ૧,ર૩૪૭૮ કેસો પેન્ડીગ છે. જેમાં ૩૧પ૯ કેસો ૧પ વર્ષ પહેલાના અનિર્ણિત પડયા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેસો પેન્ડીગ રહેવા માટે અનેક કારણો હોય છે. જેમાં મોટું કારણછે, જજાની સંખ્યા ઘણી વખત સાક્ષીઓનો પણ કારણ હોઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં ઉપરાંત રાજયની વિવિધ કોર્ટોમાં પણ ૧૬,૯૭,૮૩૦ જેટલા કેસો પેન્ડીગ છે. જેમાંના ૪,૪પ,૬૪૩ સીવીલ નેચરના કેસો છે. જયારે ૧ર લાખથી વધુ કેસો ક્રીમીનલ કેસો છે. એક લીગલ એક્ષપર્ટના જણાવ્યા મુજબ આટલા બધા કેસો પેન્ડીગ હોય તે સારી વાત નથી. એક ગંભીર બન્યા છે. આ માટે નાના નાના કેસો, સમટી હીયરીંગમાં નિકાલ થઈ શકે છે. રાજયની નીચલી કોર્ટો માટે ૧પ૦૬ જજોની જગ્યાઓ મંજુર થઈ છે. પરંતુ અત્યારે માત્ર ૧૧૩પ જજો કાર્યરત છે. આમ ૩૭૧ જજોની ગ્યા આજે પણ ખાલી છે. છેલ્લા ૪ વર્ષમાં હાઈકોર્ટમાં માત્ર ૯ જજાની નિમણુંક કરવામાં આવી છે.