મમતા બેનર્જીના વધુ એક નિકટના સાથી છૂટા પડશે
બંગાળમાં ૪ ટર્મના ધારાસભ્ય સોનાલી ગુહા ભાજપમાં જાેડાશે -પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં નેતાએ નારાજ થઈને પક્ષ બદલવાની તૈયારી દર્શાવી
કોલકાતા, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીના નિકટના અને પાર્ટીમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલાં સોનાલી ગુહા ભાજપમાં જાેડાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં રવિવારે તેમણે કહ્યું કે, તે ભાજપમાં જાેડાશે. તેમણે પત્રકારોને કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે તેમને પાર્ટી કાર્યાલય આવીને પાર્ટીમાં જાેડાવવા અનુરોધ કર્યો છે. ”It’s Trinamool Congress who abandoned me” says 4-time TMC MLA Sonali Guha who joined BJP.
તેમણે કહ્યું કે, મુકુલદાએ કાલે બપોરે એક વાગ્યે મને હોસ્ટિંગ્સ કાર્યાલયમાં બોલાવી છે. ત્યાં હું ભાજપમાં જાેડાઇશ. પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુહાએ કહ્યું કે, તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ ર્નિણય લેવો પડશે. સતગછિયાના ધારાસભ્ય ગુહાએ આરોપ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસમાં તેમને સન્માન નહીં મળ્યો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળતાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
સતગછિયાથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સોનાલી ગુહાને જ્યારે ખબર પડી કે, તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી, તો તેઓ રડી પડ્યાં હતાં. એક સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિકટના સાથી રહેલાં ગુહાએ કહ્યું કે, ભગવાન મમતા દીદીને સારી સમજ આપે. હું શરૂઆતથી તેમની સાથે છું.