Western Times News

Gujarati News

તહેવારોના દિવસોમાં હવાઈ મુસાફરી મોંઘી

અમદાવાદ-ગોવાના રીટર્ન ટીકીટના દર ૮૦૦૦થી વધીને ૧૪૦૦૦ થયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાજયભરમાં જુગાર-સટ્ટો રમવા કે રમાડવા ઉપર પ્રતિબંધ હોવાને કારણે તથા જન્માષ્ટમીના તહેવારના સમયમાં સકંજા વધુ મજબુત બનાવે તે માટે પત્તાપ્રેમીઓ અત્યારથી જ સલામત સ્થળ પર જવા ટીકીટો બુક કરાવી રહયાં છે. ર૪મી ઓગષ્ટના રોજ જન્માષ્ટમીને તહેવાર આવે છે. તેવી ગોવા જયાં પત્તા રમવા કે જુગાર ખેલવા ઉપર પ્રતિબંધ તથા ગોવા તેમની ટીકીટો અગાઉ જ બુક કરાવી છે. તહેવારમાં ગોવા જવા ગુજરાતીઓની મોટી સંખ્યા હોય છે. જેનો લાભ લઈ અમદાવાદ- ગોવાના હવાઈ મુસાફરીના દરમાં એરલાઈન્સો દ્વારા ૮૦ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે.

માત્ર જુગાર રમવા માટે જ નહી પરંતુ ઘણા લોકો મીની વેકેશન ગાળવા ગોવા જતા હોય છે. આ વખતે શનિવારે જન્માષ્ટમીનો તહેવાર આવે છે. રવિવારે રજા હોય આગળ-પાછળ બે-ત્રણ દિવસ રજા લેવાથી આરામથી મીની વેકેશનની મજા માણી શકાશે તેમ ગણત્રી કરી ગોવા હવાઈ માર્ગે જવા તૈયાર થયા છે.

અમદાવાદ-ગોવા, તથા ગોવા-અમદાવાદ રીર્ટન ટીકીટના જે રૂ.૮૦૦૦ની આસપાસ હતાં, જેના અત્યારે રૂ.૧૪ હજાર થયા છે. ગોવા ઉપરાંત લોકો ઉદેપુર, જયપુર, દિવ, દમણ તથા સાપુતારા જવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ આ વર્ષે વરસાદને કારણે સર્જાયેલી તારાજી ને ધ્યાનમાં રાખી આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.