બરખાએ પતિને એનિવર્સરી ઉપર ગાડી ગિફ્ટ આપી
મુંબઈ: ટેલિવિઝન કપલ બરખા સેનગુપ્તા અને ઈન્દ્રનીલ સેનગુપ્તાએ પોતાની ૧૩મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. એનિવર્સરી ગિફ્ટ તરીકે બરખાએ પતિને લાંબા સમયથી જે કાર જાેઈતી હતી તે ગિફ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર કપલે કાર લેવા ગયા એ સમયના વિડીયો પોસ્ટ કર્યા હતા. બરખા સાથે તેની આ સરપ્રાઈઝ અંગે વાત કરી છે. એક્ટ્રેસે કહ્યું, આ લાંબી પ્રક્રિયા રહી. નીલ લાંબા સમયથી આ કાર ખરીદવાની ઝંખના રાખતો હતો ત્યારે મેં વિચાર્યું કે અમારી એનિવર્સરી પર જ ભેટમાં આપું.
પરંતુ સમસ્યા એ થઈ કે જ્યારે મેં નવેમ્બરમાં કાર બુક કરાવી ત્યારે તેમણે કહ્યું હતું કે ઘરે ડિલિવરી આપવામાં ૬-૭ મહિના લાગશે. આ સાંભળીને મને આંચકો લાગ્યો હતો. પછી મેં કાર કંપનીના હેડ સાથે વાત કરી અને તેમને વિનંતી કરી કે પ્રક્રિયા જલદી પૂરી કરે કારણકે મારે કાર ગિફ્ટમાં આપવી છે. આ કાર આપવા માટે બરખા ૪ મહિનાથી તૈયારી કરી રહી હતી. કપલની એનિવર્સરી હતી ત્યારે ઈન્દ્રનીલ શહેરની બહાર હતો.
જ્યારે તે પાછો આવ્યો ત્યારે બરખા ટેસ્ટ ડ્રાઈવ પર જઈએ છીએ તેમ કહીને તેને લઈ ગઈ હતી. “મેં તેને કહ્યું કે, આપણે ગાડી જાેવા જઈ રહ્યા છીએ. આ સાંભળીને તે ૫ વર્ષના છોકરાની જેમ કૂદકા મારતો હતો. તેણે મને કહ્યું કે હું શ્રેષ્ઠ પત્ની છું. ચાર મહિના સુધી આ વાત છુપાવીને રાખવી મારા માટે ભારરૂપ હતું. નીલથી કોઈપણ સરપ્રાઈઝ છુપાવી રાખવી મુશ્કેલ છે કારણકે તે ખૂબ સારી રીતે ધારી શકે છે”, તેમ બરખાએ કહ્યું. બરખાના જણાવ્યા અનુસાર તેનો સૌથી નજીકનો મિત્ર અને એક્ટર કરણવીર મહેરા આ વાત સિક્રેટ રાખવામાં તેનો ભાગીદાર બન્યો હતો.
કરણવીરે કારના શો રૂમની સ્પેશિયલ ક્ષણ પણ કેમેરામાં કેદ કરી હતી. કાર જાેયા પછી ઈન્દ્રનીલને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ તેની છે. તેણે પત્નીને ખુશી-ખુશી ગળે લગાવી લીધી હતી. આ ઉપરાંત કરણવીરે કપલ પાસે ‘પાવરી’ વિડીયો પણ રેકોર્ડ કરાવડાવ્યો હતો. બરખાએ જણાવ્યું કે તેણે ચોરીછૂપીથી જરૂરી દસ્તાવેજાે પર સહી પણ કરાવી હતી. તેને ખૂબ નવાઈ લાગી હતી એ જાણીને કે હું સરપ્રાઈઝ રાખી શકું છું.
મેં તેને ખબર ના પડે કે શેના પેપર છે એ રીતે તેની પાસેથી સહી કરાવી દીધી હતી. મેં તેને મજાકમાં કહ્યું કે, હું તારી પાસેથી કાગળ પર સહી કરવાની સરળતાથી તારા પૈસા પડાવી શકું છું. હવે તેને ખબર પડી ગઈ છે કે મેં તેની પાસે કાગળ પર કેમ સહી કરાવી હતી”, તેમ બરખાએ કહ્યું. છેલ્લે શાદી મુબારક સીરિયલમાં જાેવા મળેલી બરખાનું કહેવું છે કે હવે તે બ્રેક લઈ રહી છે. તેણે કહ્યું, અત્યારે તો હું ટીવીમાંથી બ્રેક લઈ રહી છું પરંતુ જાે કોઈ સારી તક મળશે તો ચોક્કસ વાપસી કરીશ.