કરીના કપૂરે દુનિયાને બેબી પટૌડીની પહેલી ઝલક બતાવી
મુંબઈ: બોલિવુડ ડીવા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ૨૧ ફેબ્રુઆરીએ બીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. કરીનાએ દીકરાને જન્મ આપ્યો ત્યારથી ફેન્સ તેના બીજા દીકરાની ઝલક જાેવા માટે ઉત્સુક હતા. કરીના અને સૈફ દીકરાને ઘરે લઈને આવ્યા ત્યારે પણ ચુસ્ત સુરક્ષા ગોઠવી હતી જેથી દીકરાનો ચહેરો દુનિયા સામે ના આવે. અત્યાર સુધી સૈફ-કરીનાએ દીકરાની કોઈ તસવીર શેર નહોતી કરી. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરીનાએ દીકરાની પહેલી ઝલક શેર કરી છે.
કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરાને ખોળામાં રાખીને પોતાની તસવીર શેર કરી છે. આ મોનોક્રોમ તસવીરમાં બેબી પટૌડીનો ચહેરો નથી દેખાતો. કરીના નો-મેકઅપ લૂકમાં જાેવા મળી રહી છે. તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું, એવું કશું જ નથી જે મહિલાઓ ન કરી શકે? હેપી વિમન્સ ડે માય લવ્સ ? કરીનાની આ પોસ્ટ પર અનિતા હસનંદાની, બેબોની નણંદ સબા પટૌડીએ પણ કોમેન્ટ કરી છે. સબાએ લખ્યું, યુ આર રોક લવ યુ. સૈફ અને કરીના કપૂર બીજા દીકરાને લઈને પ્રોટેક્ટિવ જાેવા મળી રહ્યા છે.
કપલના પહેલા દીકરા તૈમૂરને મીડિયાનું વધુ પડતું જ અટેન્શન મળી રહ્યું હતું. ત્યારે લાગી રહ્યું છે કે, સૈફ-કરીના બીજા દીકરા સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખી રહ્યા છે. તો તૈમૂરનું નામ પાડ્યું એ વખતે થયેલા વિવાદને ધ્યાને લેતાં કપલે હજી સુધી બીજા દીકરાનું નામ જાહેર નથી કર્યું. કરીના અને સૈફ અને તેમના નવજાત દીકરાને રમાડવા માટે કપલના નજીકના મિત્રો અને પરિવારજનો તેમના ઘરે અવારનવાર આવતા જાેવા મળે છે. મનીષ મલ્હોત્રા, કરણ જાેહર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, સોહા અલી ખાન-કુણાલ ખેમૂ જેવા સેલેબ્સ બેબી પટૌડીને રમાડવા આવ્યા હતા અને તેના માટે ગિફ્ટ લઈને આવ્યા હતા.