પ્રાંતિજના વડવાસામાં કોબીજનું બિયારણ મીક્ષ નિકળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વડવાસા ખાતે કોબીજ પકવતા ખેડૂતો ને કોબીજ નુ ભેળસેળ વાળુ બિયારણ પધરાવવામા આવતા ખેડૂતો ને હાલતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને માત્ર વડવાસા ગામના ખેડૂતો ને આઠ કરોડ થી વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે .
ખેડૂતો ઉપર એકપછી એક આફતો જોવા મળી રહી છે કમોસમી , અતિવૃષ્ટિ , કોરોના મા લોકડાઉન અને હવે કોબીજ નુ ભેળસેળ બિયારણ નિકળતા પ્રાંતિજ ના વડવાસા ના ખેડૂતો ને લાખ્ખો નહી પણ કરોડો રૂપિયાનુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે જેમા ખેડૂતો ને હાલતો બિયારણ , ખેડ , દવા , સહિત ની મજુરી સાથે મહેનત પણ આ ભેળસેળ બિયારણ નિકળતા માથે પડી છે અને આખા ખેતરોમા ચારોય બાજુ ભેળસેળ બિયારણ ને લઈ ને ટાલા પડી ગયા છે અને જેને લઈ ને ખેડૂતો ને હાલતો કરોડો રૂપિયા નુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે
જયારે વડવાસા ના મોટા ખેડૂત દશરથ ભાઇ પટેલ દ્રારા ૧૫૦ વિગા મા કોબીજ નુ વાવેતર કર્યુ છે અને તેમણે કોબીજ નુ બિયારણ ૨૧ કિલો તથા વિષ્ણુભાઇ પટેલે ૬ કિલો , મનુભાઇ પટેલે ૫ કિલો , નરસિંહ ભાઇ પટેલે ૫ કિલો , સુરેશભાઈ પટેલે ૬ કિલો , પ્રભાતભાઇ પટેલે ૧૦ કિલો , બળવતભાઇ પટેલે ૫ કિલો સહિત કેટલાય નાના મોટા ખેડૂતો એ કોબીજ નુ નામધારી સીડસ કંપની ૧૯૬ ના બિયારણ થી વાવેતર કયુ હતુ અને આ બધા સહિત અન્ય ખેડૂતોએ તાજપુર કૂઇ પાસે આવેલ એગ્રો સર્વિસ સેન્ટર મેન ડીલર્સ પાસે થી ખરીદી કરેલ અને બીજા ખેડૂતો દ્રારા પ્રાંતિજ મા આવેલ સબ ડીલર્સ જય ભારત એગ્રો સર્વિસ અને પ્રાંતિજ ખાતે આવેલ બીજા સબ ડીલર્સ શિવ શક્તિ ટ્રડસ માથી ખરીદી કરવામા આવી છે
ત્યારે બિયારણ ભેળસેળ નિકળતા ખેડૂતો દ્રારા વેપારીઓએ ને આ અંગે રજુઆત કરવામા આવતા વેપારી દ્રારા હાલતો કંપની અને મેન ડીલર્સ પાસે રજુઆતો કરવામા આવી છે ત્યારે ૫૦૦ એકર મા ૧૭ હજાર પાનસો પેકેટ જેની અંદાજે કિમત કરોડો થાય છે અને હાલ ખેડૂતો ના ખેતરો મા માત્ર કોબીજ ની ખેતીમા ટાલા જોવા મળી રહ્યા છે અને ૫૦ દિવસ ઉપર થયા છતાંય ગર્ભ બનતો નથી ત્યારે હાલતો વેપારીઓને રજુઆત બાદ વેપારીઓ દ્રારા કંપની ઉપર ઢોળી દેતા કંપની એ પણ હાલતો હાથ ઉચા કર્યા હોય તેમ જણાઇ આવે છે ત્યારે વડવાસા મા કોબીજ પકવતા ખેડૂતો ને આઠ કરોડ થી પણ વધારે નુકસાન હાલતો સહન કરવાનો વારો આવ્યો છે.
ત્યારે તંત્ર દ્રારા અંગત રસ લઈ ને યોગ્ય તપાસ કરી આવા વેપારીઓ તથા કંપની ઉપર કોઇ એકશન તાત્કાલિક ધોરણે લેવામા આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચુકવવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે નામધારી સીડસ કંપની દ્રારા નમતુ જોખવામા આવશે કે પછી કંપની દ્રારા હાથ ઉચા કરવામા આવશે એ તો હવે જોવુ રહ્યુ પણ હાલતો વડવાસા ના ખેડૂતો ને કરોડો નુ નુકસાન થતા ખેડૂતો ની આશા ઉપર પાણી ફરી વળ્યુ છે અને બિયારણ દવા મંજુરી સહિત નો ખર્ચ માથે પડયો છે ત્યારે તંત્ર દ્રારા સત્વરે ભાગ લઈ ને ખેડૂતો તરફી રસ્તો કાઢવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે .
ખેડૂત નુ શુ કહેવુ છે .
વડવાસા ખાતે રહેતા ખેડૂત દશરથ સોમાભાઈ પટેલ નુ કહેવુ છે કે મે ૧૫૦ વિગા કોબીજ ની ખેતી કરી છે અને ૨૧ કિલો બિયારણ ની ખરીદી કરેલ અને મારે તો ઉધેર જમીન છે અને બિયારણ , ખેડ, દવા, સહિત ખર્ચ મજુરી અને મહેનત પણ માથે પડી છે મારે તો હાલતો કરોડો નુ નુકસાન થાયુ છે અને અમારા ગામમા બીજા કેટલાય નાના મોટા ખેડુતો ને નુકસાન થયુ છે અને કુલ વડવાસા ગામમા આઠ કરોડ ઉપર ખેડૂતો ને નુકસાન થયુ છે .
જય ભારત એગ્રો ના વેપારી મહેન્દ્રભાઇ નુ શુ કહેવુ છે .
પ્રાંતિજ હનુમાન મંદિર પાસે આવેલ જય ભારત એગ્રો ના વેપારી મહેન્દ્રભાઇ નુ કહેવુછેકે મે તાજપુર કૂઇ થી એગ્રો સર્વિસ સેન્ટર ખાતેથી ૧૦ કિલો બિયારણ ડાયરેક લાવીને ખેડૂત ને સીધુ આપ્યુ હતુ દુકાને પણ લાવ્યો નહતો અને મારી પાસે ખરીદી કરી તેનુ બીલ પણ છે અને આ અંગે મે વેપારી ને રજુઆત પણ કરી છે .
શિવ શક્તિ સીડસ ના વેપારી જયેશભાઇ પંડયા નુ શુ કહેવુ થાય છે .
આ બાબતે પ્રાંતિજ ભાખરીયા ખાતે આવેલ શિવ શક્તિ સીડસ ના વેપારી જયેશભાઇ પડયા ને પુછતા તેવોએ જણાવ્યુ કે મે વડવાસા ખાતે ૧૦ કિલો જેટલુ બિયારણ આપ્યુ છે અને અમને ખબર ના પડે કે બિયારણ કેવુ છે અને અમારી પાસે વડવાસા ના ખેડૂતો લઈ ગયા હતા તેવો ની કંપલેન આવી છે અને અમે કંપનીમા આ બાબતે જાણ કરી છે અને કંપનીમાંથી એરીયા મેનેજર વડવાસા ખાતે ગયા છે પણ આગળ મને ખબર નથી .
તાજપુર કૂઇ ખાતે આવેલ મેન ડીલર્સ એગ્રો સર્વિસ સેન્ટર ના વેપારી શરદભાઇ નુ શુ કહેવુ છે
તાજપુર કૂઇ ખાતે આવેલ કંપની ના મેન ડીલર્સ શરદભાઇ એ જણાવ્યુ કે નામધારી સીડસ કંપની ૧૯૬ નુ અમે કોબીજ નુ બિયારણ વડવાસા , મજરા , તાજપુર સહિત અમારી નીચે ના વેપારીઓને આપ્યુ છે અને ખેડૂતો ની બુમ આવતા અમે કંપનીમા ફરીયાદ કરી છે અને કંપની દ્રારા ખેડૂતો ના ખેતર ની મુલાકાત લેશે પછી અને કંપની જવાબદાર છે તો અમે અમારા નીચે ના ડીલર્સો ને આપ્યુ છે પણ તેવોએ અમે આપ્યા કરતા પણ વધારે વેચાણ કર્યુ છે છતાંય કંપની દ્રારા તપાસ કરી યોગ્ય નિર્ણય લેશે .