Western Times News

Gujarati News

મોદીએ મૈત્રી સેતુનું ઉદ્ધાટન કર્યું : ઈશારામાં મમતા પર નિશાન સાધ્યું

નવીદિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બનેલા મૈત્રી સેતુ સહિત ત્રિપુરાના અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્‌ઘાટન કર્યુ આ ઉદ્‌ઘાટન દરમિયાન પીએમએ કહ્યું દશકાઓથી રાજ્યના વિકાસને રોકનારી નકારાત્મક શક્તિઓને ૩ વર્ષ પહેલા હટાવીને ત્રિપુરાના લોકોએ એક નવી શરુઆત કરી હતી. જેની અસર આજે જાેવા મળી રહી છે.

વર્ચ્યૂઅલ માધ્યમથી જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે ત્રિપુરાને હડતાલ કલ્ચરથી વર્ષો પાછળ કરી દેવામાં આવ્યું હતુ. આજે તે ઇસ્ટ ઓફ ડેજીંગ બિઝનેસ માટે કામ કરી રહ્યું છે. જ્યાં ક્યારેક ઉદ્યોગોમાં તાળા લગાવવાની સ્થિતિ આવી હતી. ત્યાં હવે નવા ઉદ્યોગો, નવા રોકાણ માટે જગ્યા બની રહી છે.

પ. બંગાળની મમતા સરકાર પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે જ્યાં ડબલ એન્જીનની સરકાર નથી. તમારા પડોશમાં જ, ગરીબ, ખેડૂતો, દીકરીઓને સશક્ત કરવાની યોજનાઓ કાં તો લાગૂ જ નથી કરાઈ કાં બહું ધીમી ગતિએ ચાલી રહી છે. ડબલ એન્જીન સરકારની સૌથી મોટી અસર ગરીબોને પાકા ઘર આપવામાં દેખાઈ રહી છે.

મૈત્રી સતુ પુલ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ફેની નદી પર બન્યો છે. પુલ નિર્માણના રાષ્ટ્રીય રાજમાર્ગ અને માળખાગત સ્ટ્રક્ચર વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ૧૩૩ કરોડ રુપિયાની પરિયોજનાના ખર્ચ પર બન્યા છે. આ પુલની લંબાઈ ૧.૯ કિલોમીટર છે. આ પુલ ભારતમાં સબરુમને બાંગ્લાદેશના રામગઢથી જાેડશે. પીએમઓએ કહ્યું છે કે આ બન્ને દેશોની વચ્ચે માલ અને પ્રવાસની આવન જાવનને સરળ બનાવવામાં મદદ કરશે. ઉત્તર પૂર્વના રાજ્યોના ઉત્પાદન માટે નવા બજારના અવસર પ્રદાન થશે અને ભારત અને બાંગ્લાદેશના પ્રવાસીઓ કોઈ રોકટોક વગર અવરજવર કરી શકશે. આ પરિયોજના ભારતના ભૂમિ બંદરગાહ પ્રાધિકરણ દ્વારા લગભગ ૨૩૨ કરોડ રુપિયાના અંદાજીત ખર્ચ પર બનાવવામાં આવી છે. આ ઉપરાંત પીએમ મોદી અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદ્‌ઘાટન કર્યુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.