અભિનેતા રણબીર કપૂર કોરોનાનો શિકાર થઇ ગયો છે
મુંબઇ: રણબીર હાલ ક્વોરંટાઇન છે અને રેસ્ટ કરી રહ્યો છે. રણબીરની બિમારીની ખબર સામે આવ્યા બાદ અંકલ રણધીર કપૂરે પુષ્ટી કરી હતી કે હાં તે ખરેખર બિમાર છે. વેક્સિન આવી ગઇ છે તેમ છતાં ખતરો એટલો ને એટલો જ છે. લોકો વેક્સિન લઇ રહ્યા છે પરંતુ સામે એવા પણ મામલા સામે આવ્યા છે જેમાં વેક્સિન લીધા બાદ પણ કોરોના થયો હોય. પિંક વિલાની રિપોર્ટ પ્રમાણે રણધીરે ખુલાસો કર્યો છે.
રણબીરની બિમારીને લઇને જ્યારે અંકલ રણધીર કપૂરે કહ્યું કે રણબીરની તબિયત સારી નથી પરંતુ તે ખબર નથી કે તેને કોવીડ થયો છે કે નહી કારણકે હું શહેરની બહાર છું.
આ ખબર બાદ આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી માટે મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં જ આલિયા અને અયાન બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીર સાથે દેખાયા હતા. જ્યાં તેમણે માતા કાળીના આશીર્વાદ પણ લીધા હતા. આ પહેલા રણબીરની મમ્મી નીતૂ કપૂર પણ કોરોના વાયરસની શિકાર થઇ હતી. વરુણ ધવન, અમિતાભ બચ્ચન, અભિષેક, અર્જુન કપૂર અને મલાઇકા પણ કોરોના પોઝીટીવ થઇ ચૂક્યા છે.