Western Times News

Gujarati News

સાઉથના અભિનેતા મહેશે ૬.૫ કરોડની વેનિટી વેન ખરીદ કરી

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના ચાહકોની યાદી ઘણી લાંબી છે. મહેશ તેની આકર્ષક એકટિંગ માટે જાણીતો છે. મહેશે તેની કારકિર્દીમાં અત્યાર સુધીની એકથી એક એકટિંગ ફિલ્મમાં કામ કર્યું છે. તાજેતરમા અભિનેતાએ તેની નવી ફિલ્મ મેજરની રિલીઝ ડેટ જાહેર કરી છે. હવે એક અભિનેતા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અભિનેતાએ હાલમાં જ પોતાને ખૂબ કિંમતી ભેટ આપી છે. કિંમત જાણીને ચાહકો ચોંકી ઉઠશે.

પોતાની દરેક ફિલ્મથી ચાહકોને દિવાના બનાવનારા મહેશે પોતાને એક કિંમતી ભેટ આપી છે. અભિનેતાએ પોતાને વેનિટી વેન ગિફ્ટ કરી છે. ચાહકો આ વેનની કિંમત જાણીને આશ્ચર્ય પામશે. મહેશ તેની વેનને કારણે ચર્ચામાં આવ્યો છે.

બોલિવૂડ લાઇફના સમાચારો અનુસાર મહેશે ૬.૫ કરોડની વેનિટી વેન ખરીદી છે. અભિનેતાએ આ ખૂબ જ મોંઘી વેન ખરીદી છે ત્યારથી જ તેની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરવામાં આવી રહી છે. ચાહકો ફરી એકવાર તેના દિવાના થયા છે.

જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહેશ બાબુની આ નવી વેનિટી વેન તેની પસંદગી પ્રમાણે જ બનાવવામાં આવી છે. જેમાં ખૂબ જ સુંદર બેડરૂમ, કિચન અને વર્કઆઉટ જગ્યાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ચાર પૈડાં પર એક ઘર છે જે મહેશ બાબુ સાથે સાથે ચાલશે જ્યાં અભિનેતા શૂટિંગમા જશે.

બાકીના સ્ટાર્સની મોંઘી વેનિટી વેનની યાદીમાં હવે મહેશ બાબુની વેનિટી વેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત ૭ કરોડ છે, જ્યારે શાહરૂખની વેનિટી વેનની કિંમત ૪ કરોડ છે.મહેશ બાબુના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ મેજરની રિલીઝ ડેટ બહાર આવી છે. ફિલ્મના નવા પોસ્ટરને શેર કરતાં રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. મેજર ૨ જુલાઈ ૨૦૨૧ નારોજ રજૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.