દિવ્યા અગ્રવાલ કેટરિના કૈફની બોડી ડબલ રહી ચૂકી છે
મુંબઈ: રિયાલિટી ટીવી પર્સનાલિટી દિવ્યા અગ્રવાલને તમે જાણતાં જ હશો. પરંતુ શું તમને ખબર છે કે તેણે બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફના બોડી ડબલનું કામ કર્યું છે? એટલું જ નહીં દિવ્યા ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એક્સ્ટ્રા એક્ટર તરીકે જાેવા મળી હતી. વાતચીતમાં દિવ્યાએ જણાવ્યું, એક કો-ઓર્ડિનેટર હતો જેણે મારી તસવીરો જાેઈને મને ફોન કર્યો હતો. ૧૫ની ઉંમરે નવી મુંબઈમાં મારો પોતાનો ડાન્સ સ્ટુડિયો હતો અને તેમાં ૭૦૦ વિદ્યાર્થીઓ શીખવા આવતા હતા. અમે ડાન્સ ટીચર તરીકે થોડા પ્રખ્યાત હતા. તેમણે મને કહ્યું કે અમે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નો ભાગ બની શકીએ છીએ.
મને આંચકો લાગ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે અમારી જરૂર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે છે. મને થયું કે ટ્રાય કરવામાં કશો વાંધો નથી. મેં મારી બેસ્ટ ફ્રેન્ડને મારી સાથે આવવા મનાવી. ત્યાં મેં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનનો જાેયો હતો અને હું તેમના મોહપાશમાં આવી ગઈ હતી. મેં ત્યાં ઋષિ કપૂર સરને પણ જાેયા હતા અને નજીકથી તેમને કામ કરતાં જાેવાનો આનંદ થયો હતો.
મેં રામ કપૂર સરને પણ જાેયા અને લાગ્યું કે આ અદ્ભૂત છે,તેમ દિવ્યાએ ઉમેર્યું. આ પછી પણ દિવ્યાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. કેટરિના કૈફની બોડી ડબલ તરીકે કામ કરવાના અનુભવ વિશે દિવ્યાએ કહ્યું, “કેમેરાની પાછળ રહીને કામ કરવામાં મને હંમેશા મજા આવતી હતી. મને સિનેમા પ્રત્યે પ્રેમ છે અને હું હંમેશા અહીં રહીશ. મેં એક પર્ફ્યુમ અને સાબુની જાહેરાતમાં કેટરિના કૈફની બોડી ડબલ તરીકે કામ કર્યું હતું. તેની હાઈટ અને બોડી લગભગ મારા જેવી જ છે. તો તેમના માટે લાઈટિંગ અને બીજું કામકાજ મારી સાથે કરવામાં સરળ રહ્યું હતું.
આ અનુભવ ક્રેઝી હતો અને મેં એક વર્ષ સુધી આ કામ કર્યું હતું. આ દરમિયાન દિવ્યાએ કેટરિના સાથે વાત કરી હતી? સવાલના જવાબમાં તેણે કહ્યું, ના. સેટ પર કેટરિના ખૂબ અલગ વ્યક્તિ છે. તેનું કામ પૂરું થાય એટલે તરત જ તે પોતાની વેનિટીમાં જતી રહે છે. તે કોઈની સાથે વાતચીત નથી કરતી અને પોતાની જ ધૂનમાં રહે છે. એવા ઘણાં એક્ટર્સ છે જેમને હું ઓળખું છે અને તે વાતોડિયા નથી. જ્યારે હું સેટ પર પ્રવેશું ત્યારે હું અહીં-ત્યાં બધા સાથે ભળતી હોઉં પરંતુ કેમેરા ચાલુ થાય પછી ગંભીરતાથી કામ કરું છું.