જેનેલિયા ડિસૂઝા સ્કેટિંગ શીખવાના ચક્કરમાં પડી
મુંબઈ: જેનેલિયા ડિસૂઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પતિ રિતેશ દેશમુખ અને બાળકો રાહિલ-રિયાન સાથેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં, તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાથમાં ઈજા પહોંચ્યા બાદ રિકવર થવા દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે કે, તે સ્કેટિંગ શીખવા માગતી હતી. તેણે વિચાર્યું કે તે ઈન્સ્ટાગ્રામ માટે એક કૂલ વીડિયો શેર કરશે
પરંતુ તે આમ કરતી વખતે ધડામ કરતી નીચે પડી ગઈ. વીડિયોમાં તે કહી રહી છે કે, યે હમ હૈ, યે હમારી સ્કેટિંગ હૈ ઔર યે હમારી રિકવરી હો રહી હૈ, આટલું કહીને તે હાથમાં લગાવેલો પાટો દેખાડે છે. વીડિયોની સાથે જેનેલિયાએ લખ્યું છે કે, ‘મારી રિકવરી પાવરી સ્ટોરી કેટલાક અઠવાડિયા પહેલા મેં સ્કેટિંગ શીખવાનું નક્કી કર્યું, કારણ કે મને લાગ્યું કે હું પ્રેરણારુપ બ અને મારા બાળકો માટે સારી કંપની બની શકુ છું.
એકવાર શીખ્યા બાદ હું ઈન્સ્ટાગ્રામ પર કૂલ વીડિયો પણ મૂકવા માગતી હતી. અફસોસ! પરંતુ મને લાગ્યું કે હું તે ગમે તે રીતે મૂકી શકું છું, કારણ કે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા સફળતાની સ્ટોરી હોઈ છું, પરંતુ આપણે પડીએ તે સમયનું શું? ક્યારેક તમે ઉડતા પહેલા પડી જાઓ છો’ આશા રાખું છું કે પડવા છતાં ફરીથી ઉભા થવાની મને હિંમત મળે પરંતુ સૌથી મહત્વનું છે કે મેં પ્રયાસ કર્યો અને જ્યાં સુધી સફળતા નહીં મળે
ત્યાં સુધી પ્રયાસ કરીશ (વધુ એકવાર નહીં પડું તેવી આશા સાથે) મહિલા દિવસની આપ તમામને શુભેચ્છા. એક્ટ્રેસની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સે ‘ગેટ વેલ સૂન’ કહ્યું છે. બાળકોના જન્મ બાદ જેનેલિયા એક્ટિંગ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ છે. હાલ તે તેના બંને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. કોરોના મહામારીનો આતંક આખી દુનિયામાં છે. ત્યારે જેનેલિયા પણ ઓગસ્ટ મહિનામાં વાયરસથી સંક્રમિત થઈ હતી. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.