જ્હાન્વી રૂહીના સ્ક્રીનિંગમાં ક્યૂટ બાળક સાથે જાેવા મળી
મુંબઈ: જ્હાન્વી કપૂર હાલ રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે તેની અપકમિંગ ફિલ્મ ‘રૂહી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ થિયેટરમાં ૧૧મી માર્ચે રિલીઝ થવાની છે. એક્ટ્રેસ રવિવારે શહેર પરત ફરતી વખતે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તેણે એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને કેક પણ કટ કરી હતી. સોમવારે રાતે ‘રૂહી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્હાન્વીની સ્વીટ સાઈડ જાેવા મળી હતી. તેણે સ્ક્રીનિંગમાં તેના સ્ટાફના સભ્યો અને તેના પરિવારને આમંત્રિત કર્યા હતા. બોલિવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર આ દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જ્હાન્વી તેના સ્ટાફના સભ્ય અઝીમ, તેની પત્ની અને બાળકો સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. જ્હાન્વી અઝીમના પરિવારને પહેલીવાર મળી હોય તેવુ વીડિયો પરથી લાગી રહ્યું છે.
અઝીમના પરિવારને મળીને એક્ટ્રેસના ચહેરા પર ખુશીના ભાવ છે. અઝીમ પાસે ઉભેલી મહિલાને જાેઈને જ્હાન્વી તેને પૂછે છે કે, ‘આ તમારી પત્ની છે?’. બાદમાં તે અઝીમના ક્યૂટ બાળકને પોતાના હાથમાં લઈ લે છે અને રમાડવા લાગે છે. તો બાળક પણ જ્હાન્વીને એકીટશે જાેયા કરે છે. જ્હાન્વીનો આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે, ‘તે સૌથી વિનમ્ર સ્ટારકિડ છે.
જુઓ તેણે બાળકને કેવું પકડીને રાખ્યું છે અને જે રીતે તે વાત કરી રહી છે તેના પરથી લાગે છે કે ખરેખર તેને રસ છે. તે અઝીમને પણ ફોટો માટે ફોન આપવાનું કહે છે, જેથી તેની પાસે પણ યાદગીરી રહે. શ્રીદેવીએ ખૂબ સરસ રીતે ઉછેર કર્યો છે’. એક યૂઝરનું કહેવું છે કે, ‘તે ખરેખર મીઠડી છે. લોકો કારણ વગર તેને નફરત કરે છે. તે હંમેશા વિનમ્ર અને દયાળુ રહી છે’. તો એકે લખ્યું છે કે, ‘તે હંમેશા તેના સ્ટાફના લોકોનું ધ્યાન રાખે છે’. થોડા દિવસ પહેલા આ ફિલ્મનુ સોન્ગ ‘નદીયો પાર’ રિલીઝ થયું હતું. જે રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું હતું. આ ફિલ્મમાં પહેલીવાર જ્હાન્વી કપૂર આઈટમ નંબર કરતી જાેવા મળી રહી છે.