મોરારી બાપુએ સાવરકુંડલા ખાતે કોવિડ-૧૯ રસી લીધી
તા. ૯/૩/૨૧ ના રોજ પ.પૂ. મોરારી બાપુ દ્વારા સાવરકુંડલા ખાતે કોવિડ-૧૯ રસી લેવામાં આવેલ અને જાહેર જનતાને રસી લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
મણિનગરમાં સ્વામીનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો, સાથે 45થી વધુ સંતોએ પણ રસી મુકાવી.
મુંબઇમાં 8 દિવસમાં 1 લાખ સિનિયર સિટીઝન્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. ભારતમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 20 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ, કુલ રસી લેનાર લોકોનો આંકડો 2.3 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રસી લીધી છે ત્યારથી લોકોનો રસી પર વિશ્વાસ વધી ગયો છે. આ પણ વાંચો
https://westerntimesnews.in/news/107258