Western Times News

Gujarati News

IKDRCએ ૧૨ લાખ ડાયાલિસિસ માઇલસ્ટોનને પાર કર્યો, ૧૦ GDP કેન્દ્રોનો પ્રારંભ કરાશે

અમદાવાદ, વિશ્વ કિડની દિવસની ઉજવણીના ત્રણ દિવસ પહેલા, ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત ૧૨ લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો છે.

“અમે દરેક દર્દીના ઘરની નજીક ડાયાલિસિસ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છીએ અને તેથી જીડીપી સેન્ટર્સની સંખ્યાને બમણી કરી હાલની ૫૦ કિલોમીટર ત્રિજ્યાની રેન્જને ઘટાડી ૩૦ કિલોમીટર સુધી લાવવાનું અમારું લક્ષ્ય છે.” – તેમ આઈકેડીઆરસી-આઇટીએસના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.

“ગત વર્ષે લૉકડાઉન દરમિયાન જ્યારે રૂટિન મેડિકલ ચેક-અપ પણ સ્થગિત હતા ત્યારે આશરે ૫૦૦૦ કોવિડ-૧૯ સંક્રમીત કિડનીના દર્દીઓની સેવામાં કાર્યરત રહેવું એ આઈકેડીઆરસી માટે ખુશીની વાત છે.” – તેમ ડૉ. મિશ્રાએ લોકડાઉન દરમિયાન અનેક અવરોધો હોવા છતા લાભાર્થીઓ માટે રાજ્યભરમાં ડાયાલિસિસ જીડીપી કેન્દ્રોના મહત્વ પર ભાર મૂકતા ઉમેર્યું.

પ્રથમ ક્રમ સાથે ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં ૪૭ જીડીપી સેન્ટર્સ સાથે જીડીપી દેશમાં ડાયાલિસિસ સેન્ટર્સનું સૌથી વિશાળ સરકારી નેટવર્ક ધરાવે છે. આઈકેડીઆરસી દ્વારા સંચાલિત ૪૬૯ મશીનોથી સજ્જ જીડીપી સેન્ટર્સ એક મહિનામાં લગભગ ૨૨,૫૦૦ ડાયાલિસિસ કરે છે.

આઈકેડીઆરસી જે મુખ્યત્વે કિડની હોસ્પિટલથી જાણીતી છે તેણે ઉચ્ચ ગુણવત્તાવાળા આંતરરાષ્ટ્રીય ડાયાલિસિસ ધોરણો માટે જનતામાં તેની લોકપ્રિયતાના કારણે આ ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીડીપીની શાનદાર સફળતાના કારણે માણસા, કલોલ, કચ્છ-માંડવી, કચ્છ-ગાંધીધામ, વાંકાનેર, જામજાેધપુર, સુરત-માંડવી, વાપી, ગોત્રી-વડોદરા અને આણંદમાં આગામી બે મહિનાઓમાં ૧૦ બીજા સેન્ટર્સ શરૂ કરવાની યોજના છે. – ડૉ. મિશ્રાએ જણાવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.