મહારાષ્ટ્રના જલગાવમાં ૩ દિવસ માટે જનતા કર્ફ્યૂ લગાવવાનો આદેશ
મુંબઇ: મહારાષ્ટ્રના જલગાવમાં ૩ દિવસ માટે જનતા કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપ્યો છે. કોરોનાના વધતા મામલાને જાેતા જિલ્લા મેજિસ્ટ્રેટે આ આદેશ આપ્યો છે. જાણકારી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિજીત રાઉતે પોતાના આદેશમાં કહ્યું કે જિલ્લામાં ૩ દિવસ માટે જનતા કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યુ. જનતા કર્ફ્યૂ રાતના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી લાગુ રહેશે. આદેશ અનુસાર ૧૧ માર્ચથી ૧૫ માર્ચ સુધી આ કર્ફ્યૂ જારી રહેશે.
રાઉતને કહ્યું કે ઈમરજન્સી સેવાઓ, એમપીએસસી અને અન્ય વિભાગોની પરીક્ષાઓને આ પ્રતિબંધોમાંથી રાહત રહેશે. તેમણે કહ્યું કે આ આદેશોનું પાલન સુનિશ્વિત થાય એની જવાબદારી નગર પાલિકા અને સ્થાનીય પોલીસની રહેશે. ભંગ કરનારા મહામારી અધિનિયમ અને આઈપીસીની અન્ય સંબંધિત કલમો અંતર્ગત જવાબદેહી રહેશે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર મહારાષ્ટ્રમાં ગત ૨૪ કલાકમાં કોરોના ૯૯૨૭ નવા મામલા સામે આવ્યા છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે જણાવ્યું કે રાજ્યમાં સોમવારે કોરોના વાયરસની મહામારીથી પીડિત ૧૨,૧૮૨ લોકો સાજા થયા છે. ત્યારે ૫૬ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ ૨૨ લાખ ૩૮ હજાર ૩૯૮ મામલા સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત કુલ ૨૦ લાખ ૮૯ હજાર ૨૯૪ લોકો સાજા થયા છે. ૫૨૫૫૬ લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હજું પણ ૯૫, ૩૨૨ કેસ સક્રિય છે.