જમ્મુ-કાશ્મીરમાં અલ બદરનો પ્રમુખ ગની ખ્વાઝા એન્કાઉન્ટરમાં ઠાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાના તુજ્જર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં અલ બદરનો પ્રમુખ દની ખ્વાઝા ઠાર મરાયો છે આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, સોપોર પોલીસે એન્કાઉન્ટરમાં અલબદરના પ્રમુખ ગની ખ્વાઝાને ઠાર માર્યો છે, જે એક મોટી સફળતા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓ અંગે ખાનગી માહિતી મળતા સેનાની ઇઇ૨૨ બટાલિયન, જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટીમ અને સીઆરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
તમામ સુરક્ષા બળોએ ભેગા મળી વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા ૬ આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા બળોએ પણ સામે ફાયરિંગ કરી એક આતંકવાદીને ઠાર માર્યો હતો.કાશ્મીર ઝોન પોલીસે ટિ્વટ કરી માહિતી આપીકાશ્મીર ઝોન પોલીસે ટિ્વટ કરી જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે અને ઘટનાસ્થળથી મોટી સંખ્યામાં દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે. જ્યારે હજી સુધી તપાસ અભિયાન ચાલુ જ છે.