ભકતો મહાશિવરાત્રીએ બાબા વિશ્વનાથનો સ્પર્શ કરી શકશે નહીં
વારાણસી: ઉત્તરપ્રદેશ ખાતે શિવનગરી વારાણસીમાં દર વર્ષે મહાશિવરાત્રી પર બાબા કાશી વિશ્વનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભકતો એકત્રિત થાય છે તમામ બાબાના દર્શન માટે લાઇનોમાં કલાકો સુધી ઉભા રહે છે અને બાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પરંતુ આ વખતે મહાશિવરાત્રી પર બાબા ભકતોને ઝાંકી દર્શન આપશે ભકતોની સુવિધાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસને આ નિર્ણય કર્યો છે.
એ યાદ રહે કે વીઆઇપી સુગમ દર્શન અને દિવ્યાંગો માટે મંદિર પ્રશાસને અલગ દ્વારથી મંદિર જવાની વ્યવસ્થા કરી છે મહાશિવરાત્રી પર કુલ ચાર પ્રવેશ નિર્ધારિત કરવામાં આવ્યા છે.મેદાગિનથી આવનારા ભકતો છત્તાદ્વારના ૨૦ મીટર પહેલાથી મંદિર ચોકથી મંદિરની પૂર્વ ગેટથી દર્શન કરશે અને તેમની વાપસી મણિકર્ણિકા ગલી દ્વાર તરફ થશે
જયારે ગૌદોલિયાથી આવનારા ભક્તો બાંસ ફાટક ધુંડીરાજ ગણેશ મંદિરના પશ્ચિમ દેટથી પ્રવેશ કરી દર્શન કરશે આ ઉપરાંત વીઆઇપી સુગમ દર્શન દિવ્યાંગજન છત્તાદ્વારથી પ્રવેશ કરી મંદિરના બીજા ગેટ પર દર્શન કરી તેમાંથી પાછા ફરી શકશે સ્થાનિક લોકો સરસ્વતી ફાટક ગલીથી મંદિરમાં દક્ષિણ ગેટથી દર્શન કરી શકશે આ બાબતે વારાણસી કમિશ્નર દીપ અગ્રવાલે કહ્યું કે મહાશિવરાત્રી પર કોઇ પણ ભક્તને સ્પર્શ દર્શનની મંજુરી આપવામાં આવશે નહીં
આ સાથે ભકત ગર્ભગૃહમાં પણ પ્રવેશ કરી શકશે નહીં ગર્ભગૃહની બહારથી ભકત ફકત બાબા વિશ્વનાથની ઝાંકીના દર્શન કરશે તેમણે કહ્યું કે કોરોનાને કારણે આ વર્ષે અનેક પગલા ઉઠાવવામાં આવ્યા છે જેથી કોરોના સંક્રમિત થનારાઓની સંખ્યા વધે નહીં તેમણે કહ્યું કે પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.