ઉર્મિલા માતોંડકર ૨ વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરવા તૈયાર
મુંબઇ: ફિલ્મોથી રાજકારણમાં આવનારી બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ફરી એકવાર બોલિવૂડના મોટા પડદા પર પરત ફરવા જઇ રહી છે. તેની છેલ્લી ફિલ્મ ૧૨ વર્ષ પહેલાં આવી હતી. તે છેલ્લે ૨૦૦૮માં રિલીઝ થયેલી કર્ઝ ફિલ્મમાં જાેવા મળી હતી. ત્યારબાદ તેણે કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું ન હતું. વર્ષ ૨૦૧૯માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને કોંગ્રેસની ટિકિટ પર પણ ચૂંટણી લડી હતી. જાેકે તેણી ચૂંટણી હારી ગઈ હતી. બાદમાં તે કોંગ્રેસ છોડીને શિવસેનામાં જાેડાઇ,
એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે કદાચ તે કાયમ માટે ફિલ્મથી દૂર રહેશે. પરંતુ ઉર્મિલા માતોંડકર ફરી એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહી છે. આ અંગે તેમણે પોતે જ માહિતી આપી છે.
ઉર્મિલાએ જણાવ્યું કે તે ટૂંક સમયમાં નવી ફિલ્મ લઈને આવી રહી છે. આ સાથે તે મોટા પડદે પરત ફરવા જઈ રહી છે. આ સિવાય તે ઓટીટી દ્વારા કમબેક કરવા પણ તૈયાર છે. તેણે જણાવ્યું કે મેં લોકડાઉન દિવસ દરમિયાન એક વેબ સિરીઝ પર સાઇન કરી હતી, લોકડાઉનને કારણે તેનું શૂટિંગ બંધ કરાયું હતું. તેમણે કહ્યું કે આશા છે કે હવે તેનું શૂટિંગ ફરી એકવાર શરૂ થશે.
તેમણે કહ્યું કે આ સીરીઝ એપ્રિલમાં રજૂ થવાની હતી, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે થઈ શકી નહીં. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનને ધ્યાનમાં રાખીને શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે.
ઉર્મિલાએ જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે એવો સમય આવી ગયો છે કે મારે ફરીથી બોલિવૂડમાં પ્રવેશ કરવો જાેઇએ. જ્યારે હું પાછળ જાેવ છું, ત્યારે મારુ કરિયક અદભૂત છે.ઉર્મિલાએ તેના જૂના દિવસોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બોલિવૂડમાં મારી યાત્રા ખૂબ જ લાજવાબ રહી છે. મારી ઘણી ફિલ્મો હિટ રહી છે. મને ખબર નથી કે મારો આગળનો પ્રોજેક્ટ કેટલો અસરકારક રહેશે, તમને જણાવી દઇએ કે રંગીલા ફિલ્મમાં ઉર્મિલાના ગ્લેમરસ અને બોલ્ડ અવતારની દરેક પ્રશંસા કરતા હતા. જેમ કે ઉર્મિલાએ ઘણા મોટા નિર્માતાઓ-દિગ્દર્શકો અને અભિનેતાઓ સાથે કામ કર્યું છે. પરંતુ દિગ્દર્શક રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’ તેમની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે.