પોલીસ સ્ટેશનમાંથી ૨૯૦૦૦ લિટર દારૂ ઉંદરો પી ગયા
ફરિદાબાદ: હરિયાણાના ફરિદાબાદ શહેરના ૨૫ પોલીસ સ્ટેશનમાંથી ૨૯ હજાર લીટર દારુ ગાયબ થતા હડકંપ મચ્યો છે. પોલીસ અધિકારીઓએ દારુ ગાયબ થવા પાછળ ઉંદરોને જવાબદાર ઠેરવ્યાં
૨૯ હજાર લીટર દારુ ક્યાં ગયો તે સવાલ પર શરુઆતમાં તો પોલીસ અધિકારીઓએ મૌન જાળવી રાખવાનું પસંદ કર્યું પરંતુ જ્યારે સવાલ ઉઠવા લાગ્યા ત્યારે તેમણે જવાબ આપવો પડ્યો.પોલીસ અધિકારીઓએ કહ્યું કે ૨૯ હજાર લીટર દારુ ઉંદરો પી ગયા છે. જવાબ ચોંકાવનારો છે પરંતુ પોલીસના મતે સાચો છે.
ફરીદાબાદ પોલીસે ૫૦,૦૦૦ લીટર દેશી દારુ, ૩૦,૦૦૦ લીટર અંગ્રેજી દારુ, ૩૦૦૦ કેન બિયરની બોટલ જપ્ત કરી હતી. પોલીસે ૮૨૫ કેસ પણ દાખલ કર્યાં હતા. કેસ કોર્ટમાં હોવાથી દારુને પોલીસ સ્ટેશનના માલખાનામાં રખાયો હતો.શું ખરેખર ઉંદરો દારુ પી ગયા તે સવાલનો જવાબ તો તપાસને અંતે મળી શકે છે પરંતુ હાલ પૂરતો તો પોલીસનો જવાબ સાચે માન્યે જ છૂટકો.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ઉંદરોએ દેશ દારુની મોટાભાગની બોટલો કાતરી ખાધી હતી. દેશી દારુની બોટલો પ્લાસ્ટિકની હોવાથી ઉંદરોએ કાપી નાખી હતી. સાથે કાચો દારુ પ્લાસ્ટિકના પાઉચમાં રખાયો હતો તેને પણ ઉંદરોએ કાપી નાખી હતી. ઉંદરોએ દેશી અને કાચા દારુને મિક્સ કરી નાખ્યો હતો આ રીતે ૨૦,૦૦૦ લીટર દારુ બર્બાદ થયો હતો.