સિનિયર સિટિઝનોને લાઈટ બિલ ભરવા અને દવાઓ લાવવા હવે પોલીસ મદદ કરશે
ડબલ મર્ડરની ઘટના પછી પોલીસવડાએ 15 એપ્રિલ સુધી 42500 સિનિયર સિટિઝનોની નોઘણી કરવા આદેશ આપ્યો
અમદાવાદ, થોડા દિવસ અગાઉ સોલા વિસ્તરમાં રહેતા વૃદ્ધ દંપતી ની લૂંટ ના ઇરાદેહત્યા કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર રાજ્યમાં ઉહાપોહ મચી ગયો છે. પોલીસે હત્યારાઓને ગણતરીના દિવસોમાં પકડી લીધા છે. જો કે તેનાથી રાજ્યમાં રહેતા અન્ય સિનિયર સિટિઝનોની ચિંતામાં કોઈ ઘટાડો થયો નથી.
જેને પગલે રાજ્યના પોલીસ વડાએ હવે એપ્રિલ મહિના સુધી સમગ્ર રાજ્યની પોલીસને 42 હઝારથી વધુ સિનિયરસીટીઝનની નોંધણી કરવા આદેશ આપ્યો છે . ઉપરાંત જો તેમને કોઈ પ્રકારની મદદ ની જરૂર જણાય તો તે પણ કરવા સૂચના આપી છે.
અમદાવાદમાં થયેલા ડબલ મર્ડરની ઘટનાને પગલે નાગરિકોમાં ડર પેસી ગયો છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. પોલીસતંત્ર દ્વારા અગાઉ પણ વૃદ્ધ નાગરિકોની મદદ કરવા અને નોંઘણી કરવા સૂચના આપેલી છે.
જો કે હવે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ 15 એપ્રિલ સુધી ઓછામાં ઓછા 42500 જેટલા સિનિયર સિટિઝનોની નોઘણી કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત તેમની પુરેપુરી માહિતી, સગા સંબંધીઓના નંબર વગેરે નોઘી લિસ્ટ બનાવવાનું રહેશે.
આ લિસ્ટ પોલીસ અધિકારી ઉપરાંત પેટ્રોલિંગ વાને પણ રાખવાનું રહેશે અને નિયમિત મુલાકાત કાર્ય બાદ તેમની સમસ્યાઓ વગેરે જાણીને મદદ કર્યા પછી કાર્યવાહીની નોંધ પણ કરવા આદેશ આપ્યો છે. બધુંમાં જરૂર જણાય તો તેમને લાઈટબિલ ભરવા દવા લાવવા જેવા કામ પણ પોલીસ કરી આપશે.,
જો આવા નાગરિકો એકલા રહેતા હોય તો તેઓ ક્રાઇમનો ભોગ ન બને એ માટેતેમની આસપાસ સીસીટીવી કેમેરા છે કે નહિ તેની ચકાસણી ઉપરાંત સાયબર ક્રાઇમ અને મોબાઇલથી થતાં ફ્રોડ સામે પણ તેમને માર્ગદર્શનઆપવામાં આવશે. ઉપરાંત જે વ્યક્તિ તેમની દેખરેખ માટે બંધાયેલ હોય તેતેમને તરછોડી દે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.