ગુમ હૈ કિસી કે પ્યાર મેંના અભિનેતા નીલ ભટ્ટને કોરોના
મુંબઈ: સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ‘વિરાટ’નો રોલ પ્લે કરી રહેલા એક્ટર નીલ ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિશે વાત કરતાં સીરિયલના પ્રોડ્યૂસર રાજેશ રામ સિંહે કહ્યું કે, ‘હા, તે સાચી વાત છે. ગઈકાલે જ્યારે અમે શો માટે હોલી સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે નીલ ભટ્ટમાં હળવા લક્ષણો જાેવા મળ્યા હતા. જાે કે, તેણે જેવી આ અંગે અમને જાણ કરી કે તરત જ અમે શૂટિંગ અટકાવી દીધું. નીલે બુધવારે ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ અંગે તેણે અમને જાણ કરી છે. અમારી પાસે શૂટ કરેલા ઘણા બધા એપિસોડ હોવા છતાં નીલની હાજરી વગર તેને આગળ વધારવો મુશ્કેલ છે. બધા એક્ટરનો કોવિડડ-૧૯ રિપોર્ટ થાય બાદ જ અમે શૂટિંગ શરુ કરી કરીશું. હાલ તો હોળી સેલિબ્રેશનના એપિસોડનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. શૂટિંગ દરમિયાન નીલ ભટ્ટ તેની કો-એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માના પ્રેમમાં પડ્યો હતો.
ઐશ્વર્યા શર્મા સીરિયલમાં ‘પત્રલેખા’નો રોલ કરી રહી છે. બંનેએ ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં એકબીજા સાથે ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં એક્ટ્રેસના વતન મહિદપુરમાં (મધ્યપ્રદેશ) બંનેની રોકા સેરેમની યોજાઈ હતી. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી અમે સાથે શૂટિંગ કરી રહ્યા છે. અમને એકબીજાની કંપની ગમતી હતી અને અમે મિત્રો બની ગયા હતા.
બાદમાં અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. અમે હંમેશા અમારા રિલેશનશિપને આગળ લઈ જવા માગતા હતા. અમે અમારા સંબધો લાંબા ટકે તેમ ઈચ્છતા હતા. અમે એકબીજાને બહાર જવા માટે પણ ક્યારેય નથી પૂછ્યું. અમને અહેસાસ થયો કે અમારી વચ્ચે કંઈક છે અને અમે તેન ગંભીરતાથી લેવા ઈચ્છતા હતા’, તેમ નીલ ભટ્ટે અગાઉ જણાવ્યું હતું.