રાજકુમાર, જાહ્નવી, વરૂણની ફિલ્મ હસાવી હસાવીને ડરાવશે
મુંબઈ: રાજકુમાર રાવ, વરૂણ શર્મા અને જાહ્નવી કપૂરની ફિલ્મ રુહી આજે ૧૧ માર્ચનાં સિનેમાઘરમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મનું ટ્રેલરનાં સાથે જ મેકર્સે તેને ‘સ્ત્રી’થી શરૂ થયેલાં ‘હોરર કપૂર’ની આગામી કડી જણાવી હતી. એવામાં આ ફિલ્મથી ઘણી આશા વધી જાય છે. બોલિવૂડમાં હોરર-કોમેડી જાેનરને વધુ એક્સપ્લોર નથી કરવામાં આવ્યું. પણ સ્ત્રી બાદ આ અંદાજમાં ઘણી ફિલ્મોમાં નજર આવ્યાં છે. નિર્દેશક હાર્દિક મેહતાએ હોરર- કોમેડીનાં આ જાેનરમાં ‘રુહી’નાં રૂપમાં એક ઉત્તમ પ્રયાસ કર્યો છે. કહાની- કહાની શરૂ થાય છે નાના શહેર બગદપુરથી જયાં ભાવરા (રાજકુમાર રાવ) અને કટ્ટાની (વરૂણ શર્મા) નામનાં બે યુવકો રહે છે.
આ શહેરમાં પકડીને લગ્ન (દુલ્હનને કિડનેપ કરી જબરદસ્તી લગ્ન)નું ચલન છે. અને આ બંને યુવક પણ એવાં જ ગુન્ડા છે જે દુલ્હનને કિડનેપ કરવાનું કામ કરે છે. કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે આ લોકો રુહી નામની યુવતીને કિડનેપ કરે છે. રુહીની અંદર એક આત્મા છે. જેનું નામ અફ્ઝા છે. ભાવરાને રુહીથી પ્રેમ થઇ જાય છે. તો કટ્ટાનીનું દિલ અફ્ઝા પર આવી જાય છે. હવે આખરે આ કહાનીમાં આગળ શું તાય છે અને શું સસ્પેન્સ છે આ જાણવા માટે આપે સિનેમાઘરમાં જવું પડશે. રુહી એક મેજાદર એન્ટરટેઇનિંગ ફિલ્મ છે.
જેમાં મનોરંજનનો જબરદસ્ત ડોઝ આપને મળશે. રાજકુમાર રાવ અને વરૂણ શર્મા બંનેની કોમિક ટાઇમિંગ કમાલની છે. અને તેનાં આ અંદાજમાં તે ઘણો જ સહજ અને મજેદાર લાગે છે. આ બંનેની મજેદાર પંચલાઇનો આપને હસવા પર મજબૂર કરી દેશે. ફિલ્મની ટ્રીટમેન્ટ કમાલની છે. આ માટે નિર્દેશક હાર્દિક મેહતાને ખુબ વધામણા. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો જ મજેદાર છે. જેમાં ઘણાં એવાં વનલાઇનર્સ છે જે આપને પેટ પકડીને હસવાં પર મજબૂર કરી દેશે.
ફિલ્મની કેટલીક વાતો પર નજર નાખીએ જે કદાચ આપન ન આવે તો આ ફિલ્મમાં ઘણી અંધવિશ્વાસની વાતો દર્શાવવામાં આવી છે. પણ એક હોરર-કોમેડી જાેનરમાં આ ફિલ્મ સંપૂર્ણ ફિટ આવે છે. આપને સિનેમાઘરમાં નિરાશ નહીં કરે આ ફિલ્મ. ફિલ્મમાં વરૂણ શર્માની બોડી લેંગ્વેજથી લઇ તેની કોમિક ટાઇમિંગ બધુ જ એવું છે જે આપનું દિલ જીતી લેશે. ઘણી જગ્યાએ આપને વરૂણમાં ‘ફુકરે’નો ચૂચા પણ દેખાશે. ફિલ્મને મારા તરફથી ૩.૫ સ્ટાર આપવામાં આવે છે.