Western Times News

Gujarati News

સૈફ-કરીના પછી હવે શાહિદ પણ SUV ખરીદી રહ્યો છે

મુંબઈ: બોલિવૂડ સેલેબ્સ માત્ર પોતાની ફિલ્મ્સ અને ફેશન માટે જ નહીં પરંતુ પોતાની મોંઘી કાર્સ માટે પણ ફેમસ છે. મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ પાસે મોંઘીદાટ કાર્સ છે. તાજેતરમાં જ કરીના કપૂર અને સૈફ અલી ખાને કરોડો રુપિયાની મર્સિડીઝની એસયુવી ટેસ્ટ ડ્રાઈવ કરી હતી. હવે શાહીદ કપૂર પણ બીએમડબલ્યૂની એક મોંઘીદાટ એસયુવીની ટેસ્ટ ડ્રાઈવ કરતો જાેવા મળ્યો છે. શાહિદ કપૂરે ૨૦૧૯માં મોંઘી બાઈક લીધી હતી. હવે શાહિદ કપૂર બીએમડબલ્યૂની એસયુવી ખરીદવાનું મન બનાવી રહ્યો છે.

કંપનીએ શાહિદ કપૂરના જુહુ સ્થિત બંગલે આ મોંઘી કારના બે વેરિયન્ટ ટેસ્ટ ડ્રાઈવ માટે મોકલ્યા હતાં. આ કારની કિંમત ૯૩ લાખથી શરુ થઈને ૧.૬૫ કરોડ રુપિયા સુધીની છે. શાહિદ કપૂરે બન્ને વેરિયન્ટની ટેસ્ટ ડ્રાઈવ પણ લીધી હતી. હવે તે કઈ કારને ખરીદે છે એ તો પછી જ ખબર પડશે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ સૈફે નવી કારનું ટ્રાયલ કર્યુ હતું. જેની કિંમત પણ કરોડોમાં છે. આ ટેસ્ટ ડ્રાઈવમાં સફેદ કલરની શાનદાર એસયુવી સાથે કરીના કપૂર પણ જાેવા મળી હતી. સૈફે જે કારની ટ્રાયલ કરી છે.

તે મર્સિડીઝ બેન્ઝ સી ક્લાસ છે. આ કારની એક્સ શો રુમ કિંમત ૧.૬૨ કરોડ રુપિયા છે. જાે વાત કરવામાં આવે શાહિદ કપૂરની તો તે છેલ્લે ફિલ્મ ‘કબીર સિંહ’માં જાેવા મળ્યો હતો. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ કરી રહ્યો છે. જે આ જ નામથી બનેલી સુપરહિટ ફિલ્મ તેલુગુની હિંદી રીમેક છે. ફિલ્મમાં શાહિદ કપૂર એક ક્રિકેટર તરીકે જાેવા મળશે. જેની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર લીડ રોલમાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.