પ્રભાસની ફિલ્મ આદીપુરુષમાં ક્રીતિ સેનન સીતા બનશે
મુંબઈ: સૈફ અલી ખાન અને પ્રભાસની ફિલ્મ આદીપુરુષમાં બે નવા સેલેબ્સની એન્ટ્રી થઈ છે અને તે બીજું કોઈ નહીં પરંતુ ક્રીતિ સેનન અને સની સિંહ છે. ફિલ્મમેકર ઓમ રાઉટની આ ફિલ્મમાં ક્રીતિ સેનન સીતા જ્યારે સની સિંહ લક્ષ્મણનો રોલ પ્લે કરવાના છે. જ્યારે પ્રભાસ રામની ભૂમિકામાં જાેવા મળશે. સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ બ્રેક કરતાં, એક્ટ્રેસે ખુલાસો કર્યો કે આ ફિલ્મનો ભાગ બનીને તેને ખૂબ ગર્વ થઈ રહ્યો છે આટલું જ નહીં ફિલ્મની ટીમ દ્વારા પર તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે.
સની સિંહ અને પ્રભાવ સાથેની બે તસવીરો શેર કરીને ક્રીતિ સેનને લખ્યું છે કે, ‘એક નવી સફરની શરૂઆત. આ ખૂબ જ ખાસ છે. આ જાદુઈ દુનિયાનો ભાગ બનવું તે ગર્વ અને સન્માનની વાત છે આ સિવાય હું ઉત્સાહિત પણ છું . આ જ તસવીર સની સિંહે પણ શેર કરી છે અને લખ્યું છે કે, ‘દુષ્ટ પર સારાની ઉજવણીમાં જાેડાઈ રહ્યો છે,
બીજી તરફ પ્રભાસે પણ ફિલ્મની ટીમમાં ક્રીતિ સેનન અને સની સિંહનું સ્વાગત કર્યું છે. સની સિંહે ગયા મહિને જ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. તેને ડિરેક્ટર તરફથી બુકે અને પત્રની સરપ્રાઈઝ મળી હતી. જેમાં લખ્યું હતું કે, ‘પ્રિય સની. અમારી સાથે આવવા બદલ આભાર આપણી સાથેની સફરનો પહેલો દિવસ. ભગવાન હજુ ઘણુ આપવા માટે તૈયાર છે. લવ, ઓમ’. જણાવી દઈએ કે, ઓમ રાઉત તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સતત ફિલ્મના સેટ પરથી તસવીરો શેર કરી રહ્યા છે.