Western Times News

Gujarati News

ઝવેરચંદ મેધાણી મેમોરીયલ સરકાર દ્વારા વિકસીત કરવામાં આવી રહ્યાં છે: મુખ્યમંત્રી

આઝાદીના ૭૫ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર “લીવ ફોર ધ નેશન”ના મંત્ર સાથે વિશ્વગુરુ બનવા અગ્રેસર બન્યું છે ત્યારે પુનરાવર્તિત દાંડી યાત્રા દેશમાં જનચેતના જગાવનારી જનયાત્રા બની રહેશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં આગામી ૭૫ અઠવાડિયા સુધી કરાશે

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અંગ્રેજોના દમન સામે આદિવાસી ક્ષેત્રમાં રૂપસિંહ નાયક અને માનગઢમાં ગોવિંદ ગુરૂએ અંગ્રેજો સામે ઝીંખ ઝીલી ગુજરાતનું ખમીર બતાવ્યું હતું આમ સમાજના તમામ ક્ષેત્રના લોકોએ સ્વાધિનતાની લડાઇમાં આગળ પડતો ભાગ લીધો હતો. આ સ્વાતંત્ર્યવીરોના યોગદાનને સ્મરણ કરવાનો આ અનેરો અવસર છે.

તેમણે કહ્યું કે, ગુજરાતનું સદભાગ્ય છે કે આઝાદીની લડત દરમિયાન પૂજ્ય બાપૂએ ગુજરાતમાં સૌથી વધુ સમય વિતાવ્યો હતો. સાબરમતી આશ્રમ આઝાદીની લડતના અનેક નિર્ણોયોનું સાક્ષી રહ્યું છે તેવા સ્થળેથી આજે દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીની શરૂઆત થઇ છે તેનાથી ગુજરાતની યશકલગીમાં વધુ એક પિંછુ ઉમેરાયુ છે.

ગાંધીજીના આ પ્રદાન વધુ લોકો સુધી લઇ જવા માટે ગુજરાતમાં ગાંધી ટૂરિઝમ સર્કિટ,રાજ્યમાં નેશનલ સોલ્ટ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે તેમજ ટ્રાયબલ મ્યુઝિમ નિર્માણાધીન છે આ ઉપરાંત ઝવેરચંદ મેધાણી મેમોરીયલ જેવા સ્થાનોને સરકાર દ્વારા વિકસીત કરવામાં આવી રહ્યાં છે.


ગુજરાતનું સદભાગ્ય છે કે ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સક્ષમ અને મજબૂત નેતૃત્વ મળ્યુ છે. ગુજરાત ૮ ટકા જી.ડી.પી.,૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો, ૪૦ પોર્ટ(બંદરો),સાથે રીન્યુએબલ એનર્જી અને રોજગારમાં દેશભરમાં અગ્રેસર છે.
જે રીતે ગુજરાતે દેશની આઝાદની લડતમાં અગ્રેસર રહી નેતૃત્વ લીધું હતુ તે જ રીતે ગુજરાત દેશના વિકાસનું પણ ગ્રોથ એન્જીન બની દેશનું દિશાદર્શન કરશે અને વિકાસનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ય કર્યો હતો.

કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશની ૭૫ જગ્યાઓ પર ૭૫ અઠવાડિયા સુધી ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સરકાર આયોજક નહીં પરંતુ ભાગીદારની ભૂમિકામાં હશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

તેઓએ ગાંધીજીએ લોર્ડ ઇરવિનને લખેલા પત્રોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુલામી કાળના અંગ્રેજી શાસનમાં ભારતને નિર્બળ અને સ્વમાન વિહીન બનાવી દીધું હતુ પરંતુ આજે ભારત સ્વમાનભેર આત્મનિર્ભર બનીને વિશ્વ સમક્ષ ઉભું છે.

કેન્દ્રીય મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતની આઝાદીના શતાબ્દી વર્ષ સુધીનો રોડ-મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આઝાદીના શતાબ્દી વર્ષે ભારત સમાર્થ્ય અને સમૃધ્ધિ થી ભરેલું હોય અને મા – ભારતીનું વૈભવગાન દૂનિયાના દરેક ખૂણામાં થાય તે આપણું લક્ષ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.