અંબાણીને સહાનુભૂતિ અપાવવા માટે ભાજપે કાવચરૂ રચ્યુ : નાના પટોલે
મુંબઇ: મુકેશ અંબાણીના ઘરની પાસે સ્કોર્પિયોમાં મળેલ જિલેટિનની છડીઓ અને ધમકી ભરેલ પત્રની તપાસ ચાલી રહી છે હવે આ મુદ્દા પર મહારાષ્ટ્ર શિવસેનાના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ નિવેદન આપતા કહ્યું કે આ ઘટના મુકેશ અંબાણીને કોઇ પણ પ્રકારના ખતરાનો અંદેશો ન હતો સ્કાર્પિયો મુકેશ અંબાણીના ઘરથી લગભગ એક કિલોમીટર દુર પાર્ક કરેલી હતી.
પટોલે કહ્યું કે મુકેશ અંબાણીની પાસે ચાર રીતની સુરક્ષા કવચ છે તેમની પાસે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સરકાર રાજય સરકાર અને ખુદની તેમની સુરક્ષા છે આવામાં તેમને કોઇ પ્રકારનો ખતરો હોવાની સંભાવના ના બરાબર છે.
પટોલાએ કહ્યું કે મુકેશ અંબાણીને શેર માર્કેટમાં લગભગ બેથી ત્રણ લાખ કરોડનું નુકસાન થયું છે અને આજ કારણે ભાજપ અંબાણીને સહાનુભૂતિ અપાવવા માટે આ મુદ્દો ઉઠાવી વિધાનસભાનો સમય બરબાદ કરી રહી છે એટલું જ નહીં ભાજપ કિસાન આંદોલનના મુદ્દાથી પણ જનતાનું ધ્યાન ભટકાવવા માંગે છે પટોલેએ ભાજપ પર આ બંન્ને મામલામાં કાવતરૂ રચવાનો આરોપ લગાવ્યો છે.
નાના પટોલેએ કહ્યું કે કૃષિ કાનુનો મુકેશ અંબાણીને લાભ માટે બનાવવામાં આવ્યા છે આ પ્રકારની તસવીર કિસાનો અને સામાન્ય જનતાના મનમાં બનેલ છે અને આ તસવીરને તોડવા માટે ભાજપે આ મુદ્દાને ઉઠાવ્યો છે જેથી મુકેશ અંબાણીને જનતાની સહાનુભૂતિ મળે
આ આંદોલનના કારણે મુકેશ અંબાણીના શેયર્સ પણ ઘટી ગયા છે ભાજપ જાણીજાેઇ મુખ્ય મુદ્દાને ડાયવર્ કરવાનો પ્રયાસ કરી રહી છે.
સચિન વજેના મુદ્દા પર નાના પટોલેએ કહ્યું કે ભાજપ કોઇ ની પણ કોઇ પણ આરોપ લગાવી શકે છે કિસાનોને આંતકી પણ કહી શકે છે જાે ભાજપની પાસે સચિન વજેની વિરૂધ્ધ કોઇ યોગ્ય પુરાવા છે તો તે એટીએસને આપે મામલાની તપાસ એટીએસ પુરી નિષ્પક્ષતાની સાથે કરશે