દરેક ઘરમાં એક વ્યક્તિ વર્ષમાં ૫૦ કિલો ભોજન બરબાદ કરે છે
નવીદિલ્હી: સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૯માં એક અનુસાર દુનિયાભરમાં ૯૩ કરોડ ૧૦ લાખ ટન ખાદ્ય અનાજ બરબાદ થયું અને તેમાં ભારતના ઘરોમાં બરબાદ થયેલ ભોજનની માત્ર છ કરોડ ૮૭ લાખ ટન છે
સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુએનઇપી અને સંયુકત સંગઠન ડબ્લ્યુઆરપીએપી તરફથી જારી ખાદ્યાન્ન બરબાદી સુચકાંક રિપોર્ટ ૨૦૨૧માં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯-માં ૯૩ કરોડ ૧૦ લાખ ટન ખાદ્યન્ન બરબાદ થયું જેમાંથી ૬૧ ટકા ખાદ્યાન્ન ઘરોમાંથી,૨૬ ટકા ખાદ્ય સેવાઓ અને ૧૩ ટકા છુટક ક્ષેત્રોમાંથી બરબાદ થયું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઇશારો કરે છે કે કુલ વૈશ્વિક ખાદ્ય ઉત્પાદનનો ૧૭ ટકા ભાગ બરબાદ થયો હશે
એજન્સીએ કહ્યું કે તેની માત્રા ૪૦ ટકા ક્ષમતાવાળા બે કરોડ ૩૦ લાખ પુરી રીતે ભરેલ ટ્રકોની બરાબર હોવાનું અનુમાન છે ભારતમાં ઘરોમાં બરબાદ થનાર ખાદ્ય પદાર્થોની માત્રા પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ ૫૦ કિલોગ્રામ હોવાનું અનુમાન છે આ પ્રકારે અમેરિકામાં ઘરોમાં બરબાદ થનાર ખાદ્ય પદાર્થોની માત્ર પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ ૫૯ કિલોગ્રામ અથવા એક વર્ષાં ૧૯,૩૫૯,૯૫૧ ટન છે.ચીનમાં આ માત્રા પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ ૬૪ કિલોગ્રામ અથવા એક વર્ષમાં ૯૧,૬૪૬,૨૧૩ ટન છે.
યુએનઇપીના કાર્યકારી નિર્દેશક ઇગર એડરસને કહ્યું કે જાે આપણે જળવાયુ પરિવર્તન,પ્રકૃતિ અને જૈવ વિવિધતાના ક્ષરણ તથા પ્રદુષણ અને બરબાદી જેવા સંકટોથી સામનો કરવા ગંભીર થવું હોય તો વેપારીઓ,સરકારો અને દુનિયાભરમાં લોકોને ખાદ્યાન્નની બરબાદી રોકવામાં પોતાની ભૂમિકા નિભાવવી પડશે