નીતીશને ગુસ્સો ન કરવાની સલાહ આપતા તેજપ્રતાપ પોતે ટ્રોલ થયા
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને જયારે વિધાન પરિષદમાં રાજદ નેતા પર ગુસ્સો આવ્યો તો તેજપ્રસાદે તેમની ટ્વીટ કરી ગુસ્સો ન કરવાની સલાહ આપી દીધી હતી જયારે તેજપ્રતાપની આ સલાહ તેમના પર જ ભારે પડી હતી તેજપ્રતાપે સલાહ આપવા પર યુઝર્સે પુછયુ કે પત્નીને ઘરમાંથી બહાર કાઢવતી વખતે આ અક્કલ કયાં ગઇ હતી.
એ યાદ રહે કે વિધાન પરિષદમાં નીતીશકુમારે રાજદના વિધાન પરિષદ સભ્ય સુબોધ કુમાર પર ગુસ્સો વ્યકત કર્યો હતો તેમણે કહ્યું કે નિયમોનું જ્ઞાન નથી પરંતુ બોલવા જઇ રહ્યાં છે આ ધટના બાદ રાજદ ધારાસભ્ય વિધાનસભામાં બ્લડ પ્રેસર માપવાનું મશીન લઇ પહોંચી ગયા હતાં આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પણ ટ્વીટ કરી નીતીશકુમારને ગુસ્સો નહીં કરવાની સલાહ આપી દીધી હતી તેમણે લખ્યું હતું કે ક્રોધ એક એવો તેજાબ છે જે તે વાસણને વધુ અનિષ્ટ કરે છે જેમાં તે રાખવામાં આવ્યું હોય છએ નહીં તેમું જેના પર તે નાખવામાં આવે છે.
તેજપ્રતાપના આ ટ્વીટ પર યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું તેમણે પુછયુ કે પત્ની ઐશ્વર્યા રાયને ઘરમાંથી બહાર કાઢતી વખતે તેજપ્રતાપનું આ જ્ઞાન કયાં જતુ રહ્યું હતું તે સમયે તેમને જ્ઞાન ન હતું કે ગુસ્સો કરવો યોગ્ય નથી એ યાદ રહે કે તેજપ્રતાપ યાદવે જયારથી આ ટ્વીટ કર્યું છે યુજર્સની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે પરંતુ મોટાભાગે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.યુજર્સ તેમને ઐશ્વર્યા રાયને ઘરમાંથી બહાર કઢવા અને રાજદના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સહિત અનેક મોટા નેતાઓના અપમાનની યાદ અપાવી રહ્યાં છે.