Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૮૧ હજાર ૨૪૪ લોકો ભીખ માંગી પેટ ભરવા મજબુર

Files pHoto

નવીદિલ્હી: દરેક દિવસે આપણને માર્ગો ઉપર ભિખારીઓ જાેવા મળે છે કેટલાક તેનાથી પીછો છોડાવે છે તો કેટલાક કેટલાક રૂપિયા આપી આગળ વધી જાય છે પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે આખરે દેશમાં કેટલા ભિખારી છે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ આંકડા અનુસાર દેશમાં ચાર લાખથી વધુ ભિખારી છે તેમાંથી સૌથી વધુ ભિખારી પશ્ચિમ બંગાળમાં છે.

પશ્ચિમ બંગાળમાં ૮૧ હજાર ૨૪૪ લોકો ભિખ માંગી પોતાનું પેટ ભરવા માટે મજબુર છે અહીં પુરૂષોની સરખામણીમાં મહિલાઓ વઘુ છે રાજયમાં ૪૮૧૫૮ મહિલાઓ ભિખ માંગે છે જયારે પુરૂષ ભિખારીઓની સંખ્યા ૩૩ હજાર ૮૬ છે

કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવર ચંદ ગહલોતે રાજયસભામાં કહ્યું છે કે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર દેશમાં કુલ ૪,૧૩,૬૭૦ ભિખારીઓની સંખ્યા છે જેમાં ૨,૨૧,૬૭૩ પુરૂષ અને ૧,૯૧,૯૯૭ મહિલા ભિખારી છે સૌથી વધુ ૮૧,૨૪૪ ભિખારી પશ્ચિમ બંગાળમાં છે જયારે સૌથી ઓછા ભિખારીના મામલામાં લક્ષદ્રીપ છે ત્યાં ફકત બે ભિખારી છે.

આંકડા અનુસાર પશ્ચિમ બંગાળ ૮૧,૨૨૪ ભિખારીઓ સાથે ટોચ પર છે જયારે ઉત્તરપ્રદેશમાં ૬૫,૮૩૫ ભિખારી, આંધ્રપ્રદેશમાં ૩૦, ૨૧૮ બિહારમાં ૨૯,૭૨૩ જયારે મધ્યપ્રદેશમાં ૨૮,૬૯૫, રાજસ્થાનમાં ૨૫,૮૫૩,દિલ્હીમાં ૨,૧૮૭ ભિખારી છે જયારે ચંડીગઢમાં ફકત ૧૨૧ ભિખારી છે.

પૂર્વોત્તર રાજયોની વાત કરવામાં આવે તો સિક્કિમમાં ૬૮,અરૂણાચલ પ્રદેશમાં ૧૧૪,નાગાલેન્ડમાં ૧૨૪ મણિપુરમાં ૨૬૩ મિઝોરમમાં ૫૩ ત્રિપુરામાં ૧૪૯૦ મેધાલયમાં ૩૯૬ અને આસામમાં ૨૨,૧૧૬ ભિખારી છે.

સરકારના આંકડા અનુસાર સૌથી ઓછા ભિખારી લક્ષદ્રીપમાં છે અહીં તેની સંખ્યા માત્ર બે છે જયારે દાદરા અને નગર હવેલીમાં ૧૯,દમણ અને જીવમાં ૨૨ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ૫૬ ભિખારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.