Western Times News

Gujarati News

ગાઝિયાબાદની માસ્ક-પીપીઈ કીટ બનાવતી ફેક્ટરીમાં આગ

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ આગ પોલીસ સ્ટેશન રોડના ઓદ્યોગિક વિસ્તારમાં આવેલી ૧૨/૭૧ ફેક્ટરીમાં લાગી છે. આ ફેક્ટરીમાં માસ્ક અને પીપીઈ કીટ બનાવવામાં આવે છે.

ફેક્ટરીમાં આગના બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સાહિબાબાદ અને વૈશાલી ફાયર સ્ટેશન ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા. ઘણી કોશિશ બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સીઓ બોર્ડરે જણાવ્યું હતું કે આ આગમાં ૧૪ લોકોના દાઝી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે.

સીઓના જણાવ્યા અનુસાર, દાઝેલા લોકોમાંથી ૫ લોકોને મેક્સ હોસ્પિટલમાં અને ૮ લોકોને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં આગ લાગી તે ફેકટરીમાં માસ્ક અને પી.પી.ઇ કીટ બનાવવામાં આવતી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને તબીબી સાધનો બનાવતી ફેક્ટરીમાં ભારે આગ લાગી હોવાની બાતમી મળી હતી.

માહિતીના આધારે પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. શરૂઆતમાં તપાસમાં જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન કારખાનામાં કામ કરતી બે મહિલાઓ અને એક સગીર બાળક સહિત ૧૪ લોકો દાઝી ગયા છે.

આ લોકોમાંથી ૪ની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. તમામ ઇજાગ્રસ્તોની સારવાર જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. ફાયર ટીમ કંપનીની અંદર તપાસ કરી રહી છે કે અન્ય કોઈ જાનહાની થઈ છે કે નથી. કંપનીમાં કેમિકલના ડ્રમમાં પણ વિસ્ફોટો થયા છે, જેના કારણે કંપનીનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આગ પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ બાદ આગના કારણોનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.