દીદીની સ્થિતિમાં સુધારો, રજા બાદ વ્હીલચેરનો ઉપયોગ કરશે
કલકત્તા: પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્યમંત્રી મમતા બેનરજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ડોક્ટરોનુ કહેવુ છે કે, તેમની તબિયતમાં સંતોષજનક સુધારો જાેવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલ એસએસકેમના ડોકટરોએ કહ્યુ હતુ કે, રાત્રે મમતા બેનરજીને સારી રીતે ઉંઘ આવી હતી અને તેમના શરીર પર સારવારની સારી અસર થઈ રહી છે.
ડોક્ટરોની એક ટીમ મમતા બેનરજીની હાલત પર નજર રાખી રહી છે અને આજે તેમના પગ પર કરાયેલુ પ્લાસ્ટર કાપીને જાેવામાં આવશે કે તેમની ઈજા ઠીક થઈ છે કે નહી.પગમાં આવેલો સોજાે ઓછો થઈ રહયો છે અને હવે તેમને ડોક, ખભા અ્ને કમરના ભાગે વધારે દુખાવો પણ થઈ રહ્યો નથી.
ડોક્ટરોએ કહ્યુ હતુ કે, મમતા બેનરજીને જે પ્રકારની ઈજા થઈ છે તેમાં અમે સામાન્ય રીતે દર્દીઓને ત્રણ થી ચાર વીક સુધી આરામ કરવા માટે કહેતા હોય છે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી શકશે.