રણબીર કપૂર, ભણશાલી બાદ મનોજ વાજપેયી કોરોનાગ્રસ્ત
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે અને સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. આવા સંજાેગોમાં બોલીવૂડ પણ કોરોનાના પ્રહારમાંથી બાકાત રહી શક્યુ નથી.તાજેતરમાં સ્ટાર રણબીર કપૂર અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટિવ થયા હતા અને હવે મનોજ વાજપેયીને પણ કોરોનાનુ સંક્રમણ લાગી ચુક્યુ છે.
મનોજ વાજપેયીએ પોતાને ઘરમાં જ આઈસોલેટ કરી દીધા છે.એવુ કહેવાય છે કે, મનોજ વાજપેયી એક ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ કોરોના વાયરસના સપાટામાં આવ્યા હતા.તેમનો રિપોર્ટ કઢાવાયા હતો અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જેના પગલે ફિલ્મનુ શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યુ છે. અભિનેતાની ટીમનુ કહેવુ છે કે, ફિલ્મના ડાયરેકટર પણ કોરોના પોઝિટિવ થયા બાદ મનોજ વાજપેયીએ ટેસ્ટ ટકરાવ્યો હતો.જાેકે તેમની તબિયત સારી છે અને તે ઘરે જ ક્વોરેન્ટાઈન છે. મનોજ વાજપેઈ આગામી દિવસોમાં વેબ સિરિઝ ફેમિલી મેનના બીજા પાર્ટમાં નજરે પડશે ઉપરાંત તેઓ એક બીજી ફિલ્મ ડિસ્પેચનુ પણ શૂટિંગ કરી રહ્યા છે.