Western Times News

Gujarati News

ડોકટર સામે ખોટી ફરીયાદ બદલ કોર્ટે નર્સને રૂા.૧૦,૦૦૦ વળતર આપવા આદેશ

અમદાવાદ, છેલ્લા વર્ષોમાં બળાત્કારના તથા શારિરીક છેડતીના બનાવો વધી રહ્યા છે ત્યારે કયારેક બદલાની ભાવના સાથે છેડતીના તથા બળાત્કારના કેસો પણ થતાં હોય છે, પરિણામે જે વ્યક્તિ સામે આરોપ મુકાયા હોય તેની જિંદગી જ ખલાસ થતી હોય છે, કોર્ટમાં જયારે કેસ ચાલે ને નિર્દોષ જાહેર થાય ત્યા સુધી તેને જેલમાં રહેવાનો વારો આવતો હોય છે સ્ત્રી સંરક્ષણ માટેના કાયદાનો ઘણી વખત દુરપયોગ પણ થતો હોય છે.

આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી જેમાં એક ડોકટર પર તેના જ દવાખાનામાં કામ કરતી એક નર્સે ડોટકરે તેની શારીરિક છેડતી કરી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. કોર્ટમાં કેસ ચાલતા ડોકટર નિર્દોષ જાહેર થયા પરંતુ ત્યાં સુધીમાં તેની જે બદનામી થઈ તેના ધંધાને જે ધાંબો પહોચ્યો તેને જે માનસિક ત્રાસ વેઠવો પડયો તેનુ મુલ્ય રૂપિયામાં થઈ શકે તેમ નથી.

બનાસકાંઠા જીલ્લાના સુઈગામમાં ધી કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં પ્રોબેશન પીરીયડમાં કામ કરતી એક નર્સે તે સેન્ટરના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. અશોક ચોધરી પર આરોપ લગાવ્યો હતો કે ર૦૧૯ની ૧રમી ડીસેમ્બરની રાત્રિએ ડો. ચૌધરી તેણીના ખભા ઉપર હાથ મુકી છેડતી કરતા ગાળો દીધી હતી ને ધમકી પણ આપી હતી કે આ વાત કોઈને પણ કહેતી નહી.

કોર્ટમાં કેસ ચાલતાં બંને પક્ષોની દલીલો તથા રજુ થયેલા પુરાવા જાેતા ટ્રાયલ કોર્ટ એ નિર્ણય પર આવી કે ડોકટરે છેડતી કર્યાના કે તેણીના શરીરના ભાગોને સ્પર્શ કર્યા હોય તેવા કોઈ પુરાવા નથી. હકીકતમાં આ નર્સ તેની બદલી તેના વતનમાં થાય તેમ ઈચ્છતી હતી. ઘણીવાર દર્દીઓને પણ કહેતી કે તમોને અહીં સારવાર બરોબર મળશે નહી

તેના કરતાં કોઈ ખાનગી હોસ્પીટલમાં જાવ ત્યાં સારવાર વધુ સારી મળશે નર્સને હંમેશા ભય સતાવતો હતો કે ડો. ચૌધરી જે ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે ફરીયાદ કરશે તેથી ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તેની વિરુધ્ધ ફરીયાદ ન કરે તે પહેલાં જ આ પ્લાન ઘડયો હતો તેવું કોર્ટે નોંધ્યું છે.

સમગ્ર પુરાવા તથા સુણવણીને આધારે કોર્ટને આ સમગ્ર ફરીયાદ ઉપજાવી કાઢેલી છે તેમ જણાતાં કોર્ટે નર્સને ખોટી ફરીયાદ તથા ખોટા આક્ષેપો માટે નર્સનો ડોકટરને માનસીક ત્રાસ વેઠવા બદલ વળતર રૂપે ૧૦,૦૦૦ ડોકટરને આપવા આદેશ કર્યો છે જે નર્સે એક માસની અંદર ચુકવવાના રહેશે

અને ૩૦ દિવસની અંદર તે રકમ ડોકટરને નહીં ચુકવવામાં આવશે તો ૩૦ દિવસની જેલ ભોગવવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે પોલીસને નર્સ સામે ખોટી ફરીયાદ કરવા બદલ તથા ડોકટરને માનસીક ત્રાસ આપવા બદલ એફ.આઈ.આર દાખલ કરવા તથા કમિશ્નર ઓફ હેલ્થને તપાસ કરી નર્સ ઉપર કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.