તારાપુર સી.એચ.સી.માં અત્યાધુનિક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકાયુ
મૃત શરીર રાખવા માટે ચિલર ટ્રોલી દાતા શ્રી તરફથી સી.એચ.સી.ને અપાઇ
આણંદ :- તારાપુર સી.એચ.સી. માં સારવાર અર્થે આવતા દર્દીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય દરેક રોગની ઉત્તમ સારવાર થાય તે માટે તારાપુર સી.એચ.સી. સેન્ટરના ઓર્થોપેડીક વિભાગમાં દાતાશ્રીઓ તરફથી મળેલ દાનમાંથી અધતન નિર્માણ પામેલ ઓપરેશન થીએટરનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા ઉદધાટન કરવામાં આવ્યુ તેમજ અન્ય એક દાતાશ્રી તરફથી મૃત શરીર રાખવા માટે મળેલ ચિલર ટ્રોલી પણ સી.એચ.સી.ને અર્પણ કરવામાં આવી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત યાદવે દાતાશ્રીઓની ભાવનાની સરાહના કરતાં જણાવ્યુ કે તારાપુર વિસ્તારના ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે સુચારૂ આરોગ્ય સેવાનો પ્રારંભ કરવામાં સુંદર સહયોગ આપ્યો છે. અને તે ખુબ જ પરિણામલક્ષી બની રહેશે તેવી મને આશા છે.
સી.ડી.એચ.ઓ.શ્રી.આર.બી. પટેલ, સી.એચ.સી. સુપરિટેન્ડેન્ટ શ્રી બૈસ, તારાપુર રોટરી લક્ષ્મણ ભાઈ, કેળવણી મંડળ ના પ્રમુખ, ભૂપેન્દ્ર ભાઈ, હોસ્પીટલ સાધનના દાતાશ્રી ઈશ્વરભાઈ પટેલ પરિવાર, યુ.કે. રૂ.૮ લાખનું દાન આપેલ છે. તથા ચીલર ટ્રોલી નાં દાતા શ્રી અશ્વિનભાઈ પટેલ પરિવાર તરફથી દાન આપવામાં આવેલ છે.
latest operation theatre at tarapur anand CHC centre