Western Times News

Gujarati News

સિઝનને જાેતાં ખેડૂતોના ૧૬૯ દિવસથી ચાલતા ધરણાં ખતમ

પંજાબ, પંજાબના અમૃતસરમાં છેલ્લા સાડા પાંચ મહિનાથી રેલવે ટ્રેક પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.જાેકે હવે તેમણે રેલવે ટ્રેક પરના ધરણા ખતમ કરી દીધા છે. ખેડૂતોએ ઘઉંની કાપણી કરવાની સિઝનને ધ્યાનમાં રાખીને આંદોલન સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે.અહીંયા ૧૬૯ દિવસથી ધરણા કરી રહેલા ખેડૂતો આજે રેલવે ટ્રેક પરથી ઉઠયા હતા.

સરકારના અધિકારીઓના કહેવા પ્રમાણે અમૃતસરના જંડિયાલા ગુરુ રેલવે સ્ટેશન પરના ધરણા ખતમ થઈ ગયા છે અને અહીંયા ટ્રેનો ફરી ચાલવા લાગી છે.અહીંયા ધરણાના કારણે ટ્રેનો રદ કરવી પડી હતી અને તેનાથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઈ રહ્યુ હતુ.ખેડૂતોના પ્રદર્શનને જાેતા રેલ વિભાગ તરફથી મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવાતી હતી.

આ ધરણા ખતમ થયા બાદ અમૃતસર અને દિલ્હી વચ્ચેની ટ્રેન સેવા ફરી શરુ થઈ છે.જેનાથી મુસાફરોને રાહત મળી છે અને કૂલીઓને પણ કામ મળવાનુ શરુ થયુ છે. જાેકે ખેડૂતો દિલ્હીની બોર્ડર પર હજી ધરણા ચાલુ રાખીને બેઠા છે અને નવેમ્બર મહિનાથી શરુ થયેલા ધરણા દિલ્હીની વિવિધ બોર્ડરો પર યથાવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.