ફેસબુકમાં મિનિટનો વીડિયો બનાવી કમાઇ શકશો પૈસા
નવી દિલ્હી: આજકાલ લોકો સોશિયલ મીડિયા દ્વારા દરેક કામ આસાનીથી કરી લે છે. સાથે જ સોશિયલ મીડિયા પર પૈસા કમાવા પણ હવે આસાન છે. સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. દુનિયાનું સૌથી મોટુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પૈસા કમાવાની તક આપી રહ્યું છે. ફેસબુક ઈન્કે બ્લોગ દ્વારા જાહેરાત કરી છે કે, તે પોતાના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ક્રિએટર્સને એડવર્ટાઈઝમેન્ટ દ્વારા શોર્ટ ફોર્મ વીડિયોના માધ્યમથી પૈસા કમાવાની તક આપશે.
આ માટે ફેસબુકે એક યોજના પણ બનાવી છે. આવો જાણીએ ફેસબુકે શું કહ્યું. કંપનીના જણાવ્યા મુજબ, ફેસબુક પર એક મિનિટનો શોર્ટ વીડિયો બનાવીને યૂઝર્સ પૈસા કમાઈ શકશે. જાેકે, આ વીડિયોમાં ઓછામાં ઓછી ૩૦ સેકન્ડ એડવર્ટાઈઝમેન્ટ ચાલવી જાેઈએ. અગાઉ પણ ફેસબુક પૈસા કમાવાની તક આપતું હતું, પરંતુ તેમાં માત્ર ત્રણ મિનિટના કે તેથી વધુ લાંબા વીડિયો દ્વારા કમાણી થઇ શકતી હતી.
જાેકે, વીડિયોમાં એક મિનિટ પહેલા એડવર્ટાઈઝમેન્ટ બતાવાતી ન હતી. જાેકે, કંપનીએ આ ઉપરાંત વધુ એક શરત પણ મૂકી છે. કંપનીએ તેના બ્લોગમાં જણાવ્યા અનુસાર, યૂઝર્સ અથવા પેજને છેલ્લા ૬૦ દિવસોમાં તેમના વીડિયોમાં કુલ ૬ લાખ વ્યૂઝ મળેલા હોવા જાેઈએ. સાથે જ લાઈવ વીડિયોને નવી સિસ્ટમ અનુસાર લોકો દ્વારા વીડિયોને ૬૦ હજાર મિનિટ જાેવાયું હોવું જાેઈએ.
સાથે જ કંપની પોતાના પસંદગીના પેજને એક સ્ટાર સાથે ટીપ કરવા એક નવા ફીચર પર પણ કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કંપની પોતાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાં વીડિયો દરમિયાન એડવર્ટાઈઝમેન્ટ બતાવે છે. હવે કંપની વીડિયો બતાવવાની સાથે નવો પ્રયોગ કરવા જઈ રહી છે.