અલી ગોની પાસે જાસ્મિન ભસીન માટે સમય નથી
મુંબઈ: જાસ્મિન ભસીન અને અલી ગોનીનું સોન્ગ તેરા સૂટ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. રિલીઝ થયાના ત્રણ દિવસની અંદર જ સોન્ગ સુપરહિટ સાબિત થયું છે. જાસ્મિન અને અલીની કેમેસ્ટ્રી તેમજ બોન્ડિંગ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ વચ્ચે ગુરુવારે જાસ્મિને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં અલી ગોની વ્યસ્ત જાેવા મળ્યો હતો અને તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તો જાસ્મિન પણ જીભ કાઢીને તેને ચીડવતી જાેવા મળી રહી છે. આ તસવીર શેર કરીને જાસ્મિને ફરિયાદ કરી છે કે, હવે અલી પાસે તેના માટે સમય નથી.
આ સાથે તેણે લખ્યું છે કે, ‘શું તું વડાપ્રધાન છે તો આટલો વ્યસ્ત રહે છે. જાસ્મિનની તસવીર પર કોમેન્ટ કરીને અલીએ જે લખ્યું છે, તે એક્ટ્રેસની સાથે-સાથે ફેન્સનું પણ દિલ જીતી લીધું, અલીએ લખ્યું કે, અસલી વડાપ્રધાન તો તું છે, હું તો નાનો-મોટો મંત્રી છું. જાસ્મિન ભસીન અને અલી ગોનીની આ તસવીર પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે, અલી ગમે એટલો વ્યસ્ત કેમ ન હોય તોય ધ્યાન તારા પર જ રહે છે જાસ્મિન. તો એક ફેને કહ્યું, જાસ્મિન દીદી સામે હોય તો અલી ભાઈ આટલો વ્યસ્ત કેવી રીતે રહી શકે.
એકે તેની કોમેન્ટમાં અલી અને રાહુલની મિત્રતાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, રાહુલ સાથે વાત કરી રહ્યો છે અલી. તું પણ દિશા સાથે વાત કરી લે. બદલો લઈ લે. અલી ગોની અને જાસ્મિન હાલ સોન્ગની સફળતાનો આનંદ માણી રહ્યા છે. બંને ટૂંક સમયમાં એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જાેવા મળવાના છે.
થોડા દિવસ પહેલા જ અલી ગોની, પરિવાર અને જાસ્મિનની સાથે કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ ફરીને આવ્યો છે. અગાઉ જાસ્મિને કહ્યું હતું કે, હું પ્રેમમાં પડી છું અને આ સુંદર લાગણી છે. જાે મારા માતા-પિતાને તકલીફ ન હોય તો મને આ વર્ષે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. એકવાર અલી બહાર આવે પછી મારા પેરેન્ટ્સ તેના પેરેન્ટ્સને મળવા જશે. તેના માતા-પિતા શું કહે છે તે અમારે જાણવાની જરૂર છે. એકવાર તેઓ મંજૂરી આપી દે પછી હું રાહ નહીં જાેઉ. હું પરણી જઈશ. અલી જ મારો સપનાનો રાજકુમાર છે.