થિએટરમાં ટિકિટ કાઉન્ટર પરથી રાજકુમારે ટિકિટ વેચી
મુંબઈ: કોઇપણ સ્ટાર તેની ફિલ્મનાં પ્રમોશનમાં કોઇ કર કસર રાખવા માંગતો નથી. ફિલ્મની રિલીઝ થતા સુધી સ્ટાર્સ ફિલ્મનાં પ્રમોશનમાં લાગેલા રહે છે. એવામાં હાલમાં રાજકુમાર રાવનાં છે. રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર અને વરૂણ શર્માની સાથે ફિલ્મ રુહીમાં નજર આવ્યાં છે.
ફિલ્મ આજે રિલીઝ થઇ છે. પણ તે સતત ફિલ્મનાં પ્રમોશનમાં લાગ્યા છે. થિએટર્સ ખુલ્યા બાદ એક સારી એન્ટરટેઇનિંગ ફિલ્મ રુહી થિએટર્સમાં રિલીઝ થઇ છે. રુહીની રિલીઝ થયા બાદ રાજકુમાર રાવ દિલ્હીનાં એક પીવીઆરમાં પહોચ્યો હતો. લોકડાઉન બાદ થિએટર્સમાં ૧૦૦ ટકા બૂકિંગની છૂટ બાદ આ પહેલી મોટી રિલીઝ છે. એવામાં તેનાં ફેન્સને મળવા અને ફિલ્મ પ્રમોટ કરવાં માટે રાજકુમાર રાવે અલગ અલગ ઉપાય કાઢ્યાં છે. મલ્ટીપ્લેક્સ પહોંચી એક્ટર બૂકિંગ કાઉન્ટર પર પહોચ્યો
જ્યાં તેણે દર્શકોને ખુદ ટિકિટ આપી હતી. ફિલ્મ જાેવા આવનારા લોકોને બૂકિંગ કાઉન્ટર પર રાજકુમાર રાવને જાેઇને ખુશી થઇ હતી. ફેન્સનો ઉત્સાહ જાેઇ રાજકુમાર પણ ગદ્દ ગદ્દ થઇ ગયો હતો. આ દરમિયાન એક્ટરની એક ઝલક જાેવા ફેન્સ બેકરાર થઇ ગયા. ટિકિટનાં વેચાણ પર પણ તેની ખુબ અસર પહોંચી છે.
ફેન્સ સાથે વાત કરતાં રાજકુમાર રાવે તમામને અપીલ પણ કરી કે ,તેમની ફિલ્મ જાેજાે અને પરિવાર અને મિત્રોને પણ બતાવજાે. રુહીનાં મેકર્સે આ ફિલ્મને સ્ત્રીની આગામી કડી જણાવી છે. એવામાં આ ફિલ્મથી લોકોની આશા વધુ વધી ગઇ છે. બોલિવૂડમાં હોરર-કોમેડી જાેનરને ખાસ એક્સપ્લોર કરવામાં આવ્યો નથી. સ્ત્રી બાદ આ પ્રકારની ઘણી ફિલ્મો તમે જાેઇ હશે. નિર્દેશક હાર્દિક મેહતાએ હોરર-કોમેડી જાેનરમાં રુહીનાં રૂપમાં સારો પ્રયાસ કર્યો છે.