ઘરફોડ-ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી SOG ભરૂચ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ :વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા તથા એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર કે.ડી.મંડોરા નાઓની સુચના આધારે પો.સ.ઈ એમ.આર.શકોરીયા તથા પો.સ.ઈ એન.જે.ટાપરીયા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન સાથેના હે.કો રવિન્દ્રભાઈ નુરજીભાઈનાઓને મળેલ બાતમી આધારે ભરૂચ સી.ડીવિઝન પો.સ્ટે તડીપાર નંબર ૦૧/૨૦૧૮ ના કામના આરોપી સતવંતસીંગ ઉર્ફે સંતુ ગુરૂદાસસીંગ ટાંક સીખલીગર ઉ.વ.૨૬ રહે.કસક ફુવારા નવજીવન સ્કુલ પાછળ ભરૂચનાઓને ભરૂચ, નર્મદા,સુરત,વડોદરા જીલ્લા માંથી તારીખ ૨૪/૧૧/૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરેલ હતો જે ઈસમ એસ.ડી.એમ ભરૂચ કલેકટરના તડીપાર હુકમનો ભંગ કરી વગર પરવાનગીએ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરી મળી આવતા તેના સામે કાયદેસર કાર્યવાહી કરી તા.૧૩/૦૧/૨૦૨૧ ના રોજ ન્યુ કસક માંથી હસ્તગત કરી G.P.ACT ૧૪૨ મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ મથકને સોપવામાં આવેલ છે.