કોવિડ ૧૯ની નવા વેવના કારણે ઇટાલીમાં દુકાનો,સ્કુલો બંધ
રોમ: ઇટાલી જેણે એક વર્ષ પહેલા પહેલીવાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવ્યું હતું હવે એકવાર ફરીથી સંક્રમણને તેજીથી ફેલાતા તેને રોકવા માટે સંધર્ષ કરી રહ્યું છે દેશમાં ૧૦૦૦૦૦થી વધુ કોવિડથી સંબંધિત મોતના અહેવાલો છે.
વડાપ્રધાન મોરિયો દ્રાગીએ કોરોના વાયરસની એક નવી લહેરની ચેતવણી આપતા કહ્યું કે ઇટાલીની મોટાભાગની દુકાનો રેસ્તરાં અને સ્કુલો સોમવારે બંધ કરી દેવામાં આવશે તેમણે એ પણ કહ્યું કે ઇસ્ટરને જાેતા ૩-૫ એપ્રિલે ત્રણ દિવસ માટે પુરી રીતે લોકડાઉન લગાવી દેવામાં આવશે
ઇટાલી જેણે એક વર્ષ પહેલા પહેલીવાર સમગ્ર દેશમાં લોકડાઉન લગાવ્યું હતું હવે એકવાર ફરી સંક્રમણને તેજીથી ફેલાતા જાેઇ તેને રોકવા માટે સંધર્ષ કરી રહ્યું છે દેશમાં ૧૦૦,૦૦૦થી વધુ કોવિડથી સંબંધિત મોતના અહેવાલો છે બ્રિટેન બાદ યુરોપનો બીજાે સૌથી મોટો પ્રભાવિત દેશ ઇટાલી છે.એ યાદ રહે કે ઇટાલીના રસીકરણ અભિયાનમાં વિલંબ જાેવા મળ્યો છે જેમ કે યુરોપીય સંધમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા છે.
ગત અઠવાડીયે રોમમાં સરકારે રસીની કમીને દુર કરવા માટે ઓસ્ટ્રેલિયામાં ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા વેકસીનના ૨૫૦,૦૦૦ ખુરાકના નિર્યાતને રોકી દીધા છે.વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે દેશોને વેકસીનનો ઉપયોગ બંધ કરવો જાેઇએ નહીં એ યાદ રહે કે સોમવારથી સ્કુલો દુકાનો અને રેસ્તરાં ઇટાલીના મોટાભાગમાં બંધ થઇ જશે જેમાં રોમ અને મિલાનના બે સૌથી વધુ વસ્તીવાળા વિસ્તાર સામેલ છે.
ઇટાલીમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે લોકોમાં ભય ફેલાયો છે એ યાદ રહે કે ઇટાલી કોવિડથી પ્રભાવિત યુરોપના દેશોમાંથી સૌથી મોટો પ્રભાવતી દેશ છે.જાે કે તેને અટકાવવા માટે પગલા ઉઠાવાઇ રહ્યાં છે.