સારા અલી ખાન સાઉથના કલાકાર વિજય દેવરકોંડા સાથે જાેડી જમાવશે
મુંબઇ: સારા અલી ખાન દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ કરવાની હોવાના અહેવાલ છે. અભિનેત્રી આ ફિલ્મમાં સાઉથના જાણીતા કલાકાર વિજય દેવરકોંડા સાથે જાેડી જમાવે તેવી શક્યતા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, સારા અને વિજય સારા મિત્રો છે. બન્ને સાથે કામ કરે તેવી શક્યતા છે. તેલુુગુ જાણીતા નિર્માતા સારા અને વિજયને પોતાની ફિલ્મમાં સાથે લેવા માંગે છે. જાેકે આ ફિલ્મ અંગે હજી કોઇ અંતિમ ર્નિણય લેવાયો નથી. બે મહિનામાં જ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતા છે.
વિજય દેવરકોંડા બોલીવૂડની હિરોઇનોનો મનપસંદ અભિનેતા છે. અનન્યા પાંડે એની સાથે કામ કરી ચુકી છે. હવે સારા અલી ખાન કામ કરવાની છે તેવી વાતો ચાલી રહી છે. જ્યારે જાહ્નવી કપૂરે તો એક રિયાલિટી શોમાં કબૂલ કર્યું હતુ ંકે, તેને વિજય દેવરકોંડા હોટ અભિનેતા લાગે છે.