ત્રણ બાળકોની માતા એક વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ગોરખપુરના કેમ્પિયરગંજમાં એક ચોંકાવનારો કિસ્સે પ્રકાશમાં આવ્યો છે. આ વિસ્તારમાં એક ત્રણ બાળકોની માતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરા સાથે ફરાર થઈ ગઈ છે. છોકરાના પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
ત્યારે હવે પોલીસ મહિલા અને તેની સાથે ગાયબ સાતમા ધોરણના વિદ્યાર્થીઓને શોધવા માટે દોડતી થઈ છે. આ વિદ્યાર્થીની ઉંમર ૧૫ વર્ષ છે. સ્થાનિક લોકોનું કહેવુ છે કે, મહિલા અને વિદ્યાર્થી લાંબા સમયથી એકબીજાને ચોરીછૂપીથી મળતા હતા પણ કોઈને એવો અંદાજ સુદ્ધાં નહોતો કે આ બંને આવી રીતે ભાગી જશે. ૧૦મી માર્ચની રાત્રે અચાનક બંને ગાયબ થઈ ગયા હતા. ગામમાં ત્રણ બાળકોની માત અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગાયબ થવાનો કિસ્સો સામે આવતા સૂચના મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
છોકરાના પરિવારવાળા હાલમાં આ બંનેની શોધી રહ્યા છે. ઘણી શોધખોળ છતાં આ બંનેનો કોઈ પત્તો નહી લાગતા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોએ ફરિયાદ કરતા પોલીસવાળાએ શોધખોળ હાથ ધરી છે. પરિવાર અને અમુક ગામના લોકોએ આપેલી જાણકારી બાદ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી બંન્ને સુધી પહોંચવાની કોઈ કડી હાથ લાગી નથી. આ કિસ્સો હાલ આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર થયું છે.