રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં ૧૫ લોકોને કોરોના પોઝિટિવ
રાજકોટ: રાજ્યના મહાનગરોમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટ સ્થિત રામકૃષ્ણ આશ્રમના ૧૦ સંન્યાસીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
મળતી વિગતો પ્રમાણે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણ પરમહંસ આશ્રમમાં રહેતા ૧૦ સંન્યાસીઓ તથા ૫ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સંન્યાસીઓ પૈકી સંસ્થાના વડા નિખિલેશ્વરાનંદ સ્વામી પણ કોરોના પોઝિટિવ થયાં છે અને સાવચેતીના પગલારૂપે રામકૃષ્ણ આશ્રમમાં નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને મુખ્ય તાબડતોબ બંધ કરાયા છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, ગઇકાલે ૭૧૫ નવા દર્દી જ્યારે ૪૯૫ દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને સુરતમાં ૧-૧ દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે ૪૦૦૬ એક્ટિવ કેસ છે. તો હાલ ૫૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કુલ ૪૪૨૦ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.