સુરતમાં યસ બેંકમાં ગઠિયાઓએ બેંકમાંથી જુદા જુદા પેપર્સના આધારે લોન મેળવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/YesBank5-1024x738.jpg)
FilesPhoto
સુરત: સુરતમાં ઠગાઈનો ખળભળાટ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો ક્છે. જેમાં યસ બેંકને નિશાન બનાવી બેન્કને કરોડોનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. ૧૯ આરોપીઓ વાહનોના બોગસ દસ્તાવેજાે બતાવી કરોડો રૂપિયાની લોન લઈને ૮.૬૪ કરોડનું કૌભાંડ આચર્યું હતું. જે ઘટનામાં પોલીસે તપાસ શરુ કરી બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી છે. અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં ચિટીંગનો એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં વર્ષ ૨૦૧૬માં ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૧૮ સુધીમાં યસ બેંકમાંથી ખોટા દસ્તાવેજાેના આધારે કુલ ૮.૬૪ કરોડની લોન લેવામાં આવી છે. હકિકતમાં લોન જે વાહનોના કાગળ પર લેવામાં આવી છે તે વાહનો ફક્ત કાગળ પર જ હયાત હતા.
આ કેસમાં આરોપી ઇર્શાદ પઠાણ સાથે બીજૈા ૧૯ આરોપીઓએ ગુનાહિત કાવતરૂં રચી અને એક બીજાને મદદથી બેંકને ચૂનો ચોપડ્યો છે.
પોલીસે આ ગુનામાં તપાસ દરમિયાન સેલ્સ મેનેજ કેયુર ડૉક્ટર, અને ધવલ લીંબડની ભૂમિકા જણાતા તેમની અટક કરી છે. કોમર્શિયલ યૂઝના વ્હીકલ જે ટાટા અને એશોક લેલેન્ડ કંપનીના હોવાનું જણાવી અને આ ગઠિયાઓએ બેંકમાંથી જુદા જુદા પેપર્સના આધારે લોન મેળવી હતી. આ ઠગાઈમાં લોનની કુલ રકમ ૮,૬૪,૭૧,૯૪૮ રૂપિયાની સામે આવી છે. આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસના મુજબ આરોપીએએ આ લોનમાંથી ૫,૨૫,૨૬,૮૩૦ રૂપિયા ચુકવ્યા નથી અને બેંકને ચૂનો ચોપડ્યો છે.
બેંકના મેનેજરનો વરવી ભૂમિકા પોલીસ તપાસમાં સામે આવી છે. આ મેનેજરો અલગ અલગ સમયે પાસ થયેલી વાહનોની લોનની ફાઇલ ખોલી અને તેમાં યૂઝ થયેલા લોન એજન્ટ કોડના સિક્કા અને ડીએસએની સહીઓ જાતે કરતા હતા. આ મામલે રજની પીપલીયા નામનો એક સેલ્સ મેનેજર નાસતો ફરી રહ્યો છે જેની પોલીસ શોધખોળ શરૂ કરી છે. સામાન્ય માણસ બેંકની લોન માટે ધક્કા ખાઈને હતાશ થતો હોય છે ત્યારે આવા કૌભાંડીઓ બેંકને કરોડોનો ચૂનો ચોપડી જતા હોય છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજુ નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.