ખેડબ્રહ્મા કોલેજ માં સપ્તધારા કાર્યક્રમ યોજાયો
ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે સ્વર્ણિમ ગુજરાત વૈશ્વિક ગુજરાત અભિયાન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2020-21 ની જુદી જુદી ધારાઓની સ્પર્ધા તારીખ 12- 3 -21 એ યોજાઇ
જેમાં સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા નિબંધ લેખન નાટ્ય દ્વારા એક પાત્રીય અભિનય કલા કૌશલ્ય દ્વારા ચિત્ર સ્પર્ધા ગીત-સંગીત દ્વારા ભજન અને લોક ગ્રુપ લોકગીત ખેલકૂદ દ્વારા કોથળા દોડ અને બહેનો દ્વારા લોટ ફૂંકણી સ્પર્ધા યોજાઈ જેમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર
અને પ્રમાણપત્ર સંસ્થાનના આચાર્ય શ્રી એન ડી પટેલ તથા સપ્તધારા કો-ઓર્ડીનેટર શ્રી ડો. વી.સી. નિનામાએ તથા દરેક ધારાના કન્વીનરશ્રુઓ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.