લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા આંબલી ખાતે આવેલ આર જે ત્રિવેદી સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમ ખાતે 80 જેટલી વૃદ્ધ વ્યક્તિઓ ના બી એમ ડી ના ટેસ્ટ ત્રિશા હોસ્પિટલ ના ડોક્ટર યોગેશ પટેલ અને એમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યા
તથા જે વ્યક્તિઓમાં કેલ્શિયમની ઉણપ હોય તેવી વ્યક્તિઓ ના પોર્ટેબલ એક્સ રે મશીન ની મદદથી એક્સ-રે પાડવામાં આવ્યા અને આવતીકાલે સવારે એટલે કે 14 માર્ચ ના રોજ ત્રિશા હોસ્પિટલ ના ડોક્ટર અલ્પેશ પટેલ આ બધા જ એક્સ રે રિપોર્ટ સંગજોઈ જરૂરી નિદાન કરશે તથા તેમને જરૂરી સૂચનાઓ આપશે.
13 માર્ચ ના સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં અહીં રહેતા બધા જ વ્યકિતઓ ના બી એમ ડી રિપોર્ટ કરવામાં આવ્યા. વિટામિન ડી 3 વિટામીન બી12 અને કેલ્શિયમની દવાઓ વિના મૂલ્યે આવતીકાલે આપવામાં આવશે.
આ મેડિકલ કેમ્પમાં આ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી સુધાકર ભાઈ એ ખુબ જ સરસ વ્યવસ્થા પુરી પાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ શાહીબાગના પ્રેસિડન્ટ સંજય પટેલે અને અન્યો એ હાજર રહી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું